હૈદરાબાદ પહોંચી રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની ટીમ, ખભા પર મોટી જવાબદારી
આયોગની ટીમ પહેલાં એન્કાઉન્ટરવાળી જગ્યા પર પહોંચશે અને પછી મહબૂબનગર જશે. મહેબૂબનગરમાં ચાર આરોપીઓના મૃતદેહ રાખેલા છે
Trending Photos
નવી દિલ્હી : તેલંગાણાની રાજધાનીમાં વેટરનરી ડોક્ટર સાથે ગેંગરેપ અને તેની નિર્મમ હત્યાની ઘટનાના 10 દિવસ પછી પોલીસે શુક્રવારે રંગારેડ્ડી જિલ્લામાં શાદનગર પાસે એન્કાઉન્ટરમાં ચાર આરોપીઓને મારી નાખ્યા છે. આ મામલામાં તેલંગાના હાઇકોર્ટે (Telangana High Court) નિર્દેશ આપ્યો છે એન્કાઉન્ટરના મૃતકોને શબને 9 ડિસેમ્બરના સાંજના 08:00 વાગ્યા સુધી રાજ્ય સરકાર સુરક્ષિત રાખે. આ સાથે જ હાઇકોર્ટે ચાર શબના પોસ્ટમોર્ટમની સંપૂર્ણ વીડિયોગ્રાફી કરવાનું કહ્યું છે તેમજ એન્કાઉન્ટરનો રિપોર્ટ માગ્યો છે. આ એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલા આરોપીઓની ઓળખ ટ્રક ડ્રાઇવર મોહમ્મદ આરિફ (26) અને ચિંતાકુંટા ચેન્નાકેશવુલુ (20) તેમજ ક્લિનર જોલુ શિવા (20) અને જોલુ નવીન (20) તરીકે થઈ છે. મોટાભાગના લોકોએ આ એન્કાઉન્ટરને સમર્થન આપ્યું છે જ્યારે ઘણા લોકોએ એની સામે સવાલ પણ ઉઠાવ્યા છે. આ ઘટનાની તપાસ કરવા માટે હવે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની ટીમ હવે હૈદરાબાદ પહોંચી છે. આયોગની ટીમ પહેલાં એન્કાઉન્ટરવાળી જગ્યા પર પહોંચશે અને પછી મહબૂબનગર જશે. મહેબૂબનગરમાં ચાર આરોપીઓના મૃતદેહ રાખેલા છે.
National Human Rights Commission(NHRC) team will first visit the encounter spot and then go to Mahbubnagar
Govt hospital where the bodies of the four accused are kept. #TelanganaEncounter https://t.co/e5LSHwLqFY
— ANI (@ANI) December 7, 2019
આ ઘટનાની વિગતો આપતા પોલીસે જણાવ્યું કે અમે સાયન્ટિફિક રીતે તપાસ કરી અને ત્યારબાદ જ ચારેય આરોપીઓ પકડાયા હતાં. પોલીસના કહેવા પ્રમાણે મજબૂત સાક્ષીઓના આધારે જ તેમની ધરપકડ થઈ અને તે હેઠળ 10 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી કોર્ટે આપી હતી. પોલીસ જ્યારે સોમવારે સવારે ક્રાઈમ સીન રિક્રિએશન માટે ચારેય આરોપીઓને લઈને ઘટનાસ્થળે ગઈ ત્યારે આરોપીઓએ ડંડા અને પથ્થરથી પોલીસ પર હુમલો પણ કર્યો અને ભાગવાની કોશિશ કરી. આ મામલામાં 2 આરોપીઓએ પોલીસ ઉપર પણ ગોળી ચલાવી. આ ઘટના શુક્રવારે સવારે 5.45થી 6.15 વચ્ચે થઈ.
આ મામલામાં કમિશનર સજ્જનારે કહ્યું કે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આરોપીઓ પાસેથી 2 હથિયાર પણ મળી આવ્યાં. તેમણે કહ્યું કે અમે ગોળી ચલાવતા પહેલા તેમને સરન્ડર કરવાનું અનેકવાર કહ્યું પરંતુ તેઓ પોલીસ પર હુમલો કરી રહ્યા હતાં. આવા સંજોગોમાં અમારા કર્મીઓએ ગોળી ચલાવવી પડી. મૃતક આરોપીઓના મૃતદેહો જપ્ત કરીને સ્થાનિક હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. અમારા 2 અધિકારીઓ ઘાયલ થયા છે. જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે.
પોલીસ એન્કાઉન્ટર પર ઉઠેલા સવાલો પર તેમણે કહ્યું કે અમે એનએચઆરસી, રાજ્ય સરકાર કે કોઈ પણ અન્ય સંગઠનના જે પણ સવાલ છે તેમના જવાબ આપવા માટે તૈયાર છીએ. આ સાથે જ પોલીસ વિભાગ તરફથી સીસીપીએ સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમ પર પીડિતાની ઓળખ ઉજાગર નહીં કરવાની પણ અપીલ કરી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે