નસીરૂદ્દીન શાહ નિવેદનઃ પાક. પીએમ ઈમરાનનું સમર્થન, અનુપમ ખેર ભડક્યા

બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, દેશમાં જે પ્રકારનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે તેને જોતાં ડર લાગે છે 

નસીરૂદ્દીન શાહ નિવેદનઃ પાક. પીએમ ઈમરાનનું સમર્થન, અનુપમ ખેર ભડક્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને નસીરૂદ્દીન શાહના નિવેદનનું સમર્થન કરતા જણાવ્યું કે, "નસીરુદ્દીન શાહે જે અત્યારે કહ્યું છે તે વાત પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્ના ઘણા સમય પહેલાં બોલી ચૂક્યા છે. જિન્ના જાણતા હતા કે ભારતમાં મુસ્લિમોને સારી રીતે સમજવામાં આવતા નથી. એટલા માટે જ તેમણે નવા દેશ પાકિસ્તાનની માગ કરી હતી, જેથી તમામ મુસ્લિમોને એક સમાન હક મળે." ઈમરાને પાકિસ્તાનમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત જણાવી છે. 

આ બાજુ દેશમાં બોલિવૂડમાંથી જ નસીરુદ્દીન શાહના વિરોધમાં લોકો આગળ આવ્યા છે. અનુપમ ખેરે પણ નસીરુદ્દીનના નિવેદનનો જોરદાર વિરોધ કર્યો છે. સમાચાર એજન્સી ANI અનુસાર અનુપમ ખેરે જણાવ્યું કે, "દેશમાં એટલી આઝાદી છે કે તમે સેનાને ગાળ આપી શકો છો, વાયુ સેનાના પ્રમુખને બદનામ કરી શકો છો અને સૈનિકો પર પથ્થરમારો કરી શકો છો. કોઈ પણ દેશમાં આના કરતાં વધુ કેટલી આઝાદી મળી શકે?" જોકે, અનુપમ ખેરે નસીરુદ્દીનની સાથે-સાથે દેશમાં ચાલી રહેલી અનેક પ્રકારની ગતિવિધિઓ પર પણ નિશાન તાક્યું છે. 

भारतीय सिनेमा में योगदान के लिए IIFA में सम्मानित होंगे अनुपम खेर

ઉલ્લેખનીય છે કે, બોલિવૂડના ટોચના અભિનેતા નસીરુદ્દીન શાહે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, "દેશમાં જે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે તેને જોતાં તેમને ડર લાગી રહ્યો છે. તેમને ડર લાગે છે કે ક્યાં તેમના બાળકોને કોઈએ ઘેરી લીધા અને પુછી લીધું કે તમે હિન્દુ છો કે મુસ્લિમ તો?"

નસીરુદ્દીને વધુમાં જણાવ્યું હતું કે, "હિન્દુ-મુસ્લિમ મામલે જે પ્રકારે સમાજમાં ઝેર ફાલઈ રહ્યું છે. આ જિન્નને બોટલમાં બંધ કરવાની જરૂર છે." તેમણે બુલંદશહેરની ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, એક ગાયના મોતને એક પોલીસવાળાના મૃત્યુ કરતાં વધુ મહત્વ અપાઈ રહ્યું છે. મને મારા બાળકોની ચિંતા થાય છે, કેમ કે તેમનો કોઈ ધર્મ નથી. 

નસીરુદ્દીનની શાહ રત્ના પાઠક હિન્દુ છે
ઉલ્લેખનીય છે કે, નસીરુદ્દીન શાહે બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રી રત્ના પાઠક સાથે લગ્ન કર્યા છે. તેમના બે પુત્રો છે અને બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news