ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ લખ્યો બ્લોગ, PM મોદીએ આપી આવી પ્રતિક્રિયા

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોતાની ચુપકીદી તોડી છે

ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ લખ્યો બ્લોગ, PM મોદીએ આપી આવી પ્રતિક્રિયા

નવી દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીના બ્લોગ અંગે પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અડવાણીજીએ ભાજપની સાચી ભાવનાઓ વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમને ભાજપ કાર્યકર્તા હોવા અંગે ગર્વ છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, અડવાણીજીએ ભાજપની સાચી ભાવનાઓને વ્યક્ત કરી છે. 

ખાસ કરીને અમારા માર્ગદર્શક મંત્ર દેશ પહેલા પાર્ટી ત્યાર બાદ પોતે આખરમાં તેમણે લખ્યું કે, મને ભાજપ કાર્યકર્તા હોવાનો ગર્વ છે. સાથે જ આ વાત અંગે પણ ગર્વ છે કે પાર્ટીને અડવાણી જેવા મહાન વ્યક્તિઓએ મજબુત કર્યું છે. 

Narendra Modi says Lal Krishna Advani Ji perfectly sums up the true essence of BJP

2015 બાદ પહેલીવાર લખ્યો અડવાણીને બ્લોગ
લોકસભા ચૂંટણી પહેલા તબક્કા પહેલા ભાજપના વરિષ્ઠ લાલકૃષ્ણ અડવાણીએ પોતાની ચુપકીદી તોડી હતી. 2015 બાદ પહેલીવાર પોતાના બ્લોગમાં એક પોસ્ટ લખી હતી. પોતાનાં બ્લોગમાં તેમણે વિવિધતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ભારતીય લોકશાહીનો સાર વ્યક્ત કર્યો છે અને કહ્યું કે, ભાજપે ક્યારે પણ રાજનીતિક રીતે અસંમત થનારાઓને ક્યારે પણ રાષ્ટ્ર વિરોધી નથી માન્યા. અત્રે ઉલ્લેખનીય છે કે 11 એપ્રીલે લોકસભાના પહેલા તબક્કામાં મતદાન કરવા માટે જવાનું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news