લોકસભા ચૂંટણી 2019: ગુજરાતનો કુખ્યાત બુટલેગર ધીરેન કારિયા આ બેઠક પર લડશે ચૂંટણી

ગુજરાત રાજ્યમાં મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી કરનાર કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાએ પણ જૂનાગઢ લોકસભાની બેઠક માટે ઉમેદવારી કરી છે. પ્રોહીબીશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ધીરેન કારિયા હાલ જુનાગઢની જેલમાં છે. ધીરેન કારિયા પોતાના ખર્ચે પોલીસ પ્રોટેક્શન માંગી પોલીસ જપ્ત સાથે કલેક્ટર કચેરીએ તેની પત્ની આવી પહોંચો હતો અને ઉમેદવારી પત્ર રજુ કર્યું હતું.

લોકસભા ચૂંટણી 2019: ગુજરાતનો કુખ્યાત બુટલેગર ધીરેન કારિયા આ બેઠક પર લડશે ચૂંટણી

હનીફ ખોખર/ જુનાગઢ: ગુજરાત રાજ્યમાં મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી કરનાર કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાએ પણ જૂનાગઢ લોકસભાની બેઠક માટે ઉમેદવારી કરી છે. પ્રોહીબીશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ધીરેન કારિયા હાલ જુનાગઢની જેલમાં છે. ધીરેન કારિયા પોતાના ખર્ચે પોલીસ પ્રોટેક્શન માંગી પોલીસ જપ્ત સાથે કલેક્ટર કચેરીએ તેની પત્ની આવી પહોંચો હતો અને ઉમેદવારી પત્ર રજુ કર્યું હતું.   

અગાવ હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ, તેમજ દારૂના અનેક કેસોમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા જુનાગઢના કુખ્યાત ધીરેન અમૃતલાલ કારીયા નામના બુટલેગરે જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર પોતાની ઉમેદવારી નોધાવવા માટે કોર્ટની મંજુરી માંગી હતી. કોર્ટે પરમીશન આપતા આજે જુનાગઢ જેલમાંથી પોલીસ જાપ્તા સાથે બહાર આવીને ધીરેન કારીયાએ પોતાના વકીલ મારફત તમામ કાગળો તૈયાર કરાવી લોકસભામાં પોતાની અપક્ષ ઉમેદવારી નોધાવી હતી.

લોકસભા ચૂંટણી 2019માં ગુજરાતમાં વસતા મૂળ પાકિસ્તાની કરશે મતદાન

આ અગાવ તેણે જુનાગઢ વિધાનસભા માટે પણ ઉમેદવારી કરી ચુક્યો છે. અને જે તે વખતે આગેવાન તરીકે પણ રેલી યોજી હતી. જો તે સાંસદ તરીકે ચુંટાઈ આવશે તો પ્રથમ લો એન્ડ ઓર્ડર સુધારવાની વાત કરી હતી.  આ પ્રસંગે ધીરેન કારિયાના વકીલ જયદેવ જોશીએ દેશના સંવિધાનની વાત કરતા જણાવ્યું હતું કે, જયારે કોઈ વ્યક્તિ ઉપર ખોટા અત્યાચાર કરવામાં આવતા હોય અને તે જેલમાં હોય તો પણ ચૂંટણી લડી શકે છે. તેવો દેશં તમામ નાગરિકોનો બંધારણીય અધિકાર છે. અને તે અધિકારનો ઉપયોગ કરી ધીરેન કારિયાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.

ધીરેન કારિયા પોતાની ઓડી કાર લઈને નામાંકન પત્ર દાખલ કરવા પોતાની પત્ની અને ટેકેદારો સાથે આવ્યો હતો. મહત્વનું છે, કે ધીરેન કારિયા મોંઘી કારોનો શોખીન છે, એક માર્શિડીસ કાર પોલીસે જપ્ત કરેલ છે જે જૂનાગઢના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘૂળ ખાઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news