'મારા માટે વડાપ્રધાન બનવાનું સપનું જોવું એ પણ દૂરની વાત હતી', જાણો PM મોદી વિશે અનેક અજાણી વાતો
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળપણમાં ક્યારેય વડાપ્રધાન બનવાનું સપનું જોયું નહતું. તેમના માટે તો એવું વિચારવું પણ ખુબ દૂરની વાત હતી. આવી અનેક વાતો હ્યુમન્સ ઓફ બોમ્બે નામના ફેસબુક પેજ પર પ્રકાશિત કરાયેલી એક પોસ્ટમાં સામે આવી છે. જેમાં પીએમ મોદીના બાળપણની અનેક વાતો શેર કરવામાં આવી છે.
પરિવારમાં 8 સભ્યો
આ પોસ્ટ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવારમાં 8 સભ્યો હતાં. જે 40 બાય 12 ફૂટના એક ઘરમાં રહેતા હતાં. પોસ્ટ મુજબ આ ઘર નાનકડું જરૂરહતું પરંતુ તેમના માટે પુરતું હતું. પીએમ મોદીના કહેવા મુજબ 'અમારા દિવસની શરૂઆત સવારે 5 વાગ્યાથી થતી હતી. જ્યારે મારી માતા નવજાત અને નાના બાળકોને પરંપરાગત સારવાર આપતી હતી. હું અને મારો ભાઈ રાતભર વારાફરતી ચુલ્હો તૈયાર કરતા હતાં જેથી કરીને માતા તેનો ઉપયોગ કરી શકે.'
માતાનો કર્યો ઉલ્લેખ
પીએમ મોદી વધુમાં કહે છે કે મારી માતાને યોગ્ય શિક્ષણ મેળવવાનું સૌભાગ્ય ન મળ્યું. પરંતુ ભગવાન દયાળુ હતાં. મારી માતા પાસે બીમારીઓની સારવાર કરવા માટે વિશેષ રીત હતી. તેમના જણાવ્યાં મુજબ સવાર સવારમાં જ તેમના ઘરની બહાર માતાઓની લાઈન લાગતી હતી. કારણ કે તેમની માતાની પાસે દર્દ અને પીડા દૂર કરનારો સ્પર્શ હતો અને તેઓ તેમના માટે જાણીતા હતાં.
પિતાની ચાની દૂકાન પર હિંદી બોલતા શિખ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારની દિનચર્યાનો ઉલ્લેખ કરતા પિતાની ચાની દુકાનની પણ વાત કરી. તેમણે કહ્યું કે 'ત્યારબાદ મારે રેલવે સ્ટેશન પર આવેલી પિતાની દુકાન ખોલવાની રહેતી હતી. તેને ચોખ્ખી કરવાની રહેતી અને પછી શાળાએ જવાનું રહેતું. શાળા જેટલી જલદી ખતમ થાય કે મારે મારા પિતાની મદદ માટે દુકાન પાછા ફરવાનું રહેતું. પરંતુ ત્યાં મને દેશભરમાંથી આવતા લોકોને મળવાનો ઈન્તેજાર રહેતો. ત્યાં હું લોકોને ચા પિરસતો અને તેમની વાર્તા સાંભળતો. આ કારણે મને હિંદી બોલતા આવડી ગયું.'
મુંબઈ હતું સપનાનું શહેર
પીએમ મોદીના મનમાં બાળપણમાં મુંબઈને લઈને ખુબ રસ હતો. તેઓ આ લેખમાં જણાવે છે કે દુકાનમાં હું સાભળતો હતો કે વ્યાપારી પરસ્પર બમ્બઈ (મુંબઈ) અંગે વાત કરતા હતાં અને હું ચકિત થતો હતો કે શું હું ભવિષ્યમાં ક્યારે પણ મારા સપનાના શહેરમાં જઈ શકીશ અને તેને જોઈ શકીશ. વડાપ્રધાનના કહેવા મુજબ તેઓ હંમેશાથી જિજ્ઞાસુ હતાં. તેમની અંદર દરેક ચીજને સમજવાની જાણવાની ઉત્સુકતા રહેતી હતી. તેમના કહેવા મુજબ 'હું હંમેશા જિજ્ઞાસુ હતો. હું પુસ્તકાલયમાં જતો હતો અને જે પણ મને મળી શકે તે હું વાંચતો હતો.'
દોસ્તો સાથે મળીને ફૂડ સ્ટોલ લગાવ્યો
પીએમ મોદીના કહેવા મુજબ 'હું જ્યારે 8 વર્ષનો હતો ત્યારે મેં પહેલીવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠકમાં ભાગ લીધો. ત્યારબાદ 9 વર્ષની ઉંમરમાં પહેલીવાર બીજાના જીવનને સારું બનાવવા માટે કામ કર્યુ હતું. તેમના જણાવ્યાં મુજબ મેં ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર આવતા પૂર પીડિતોની મદદ માટે મારા મિત્રો સાથે મળીને એક ફૂડ સ્ટોલ લગાવ્યો હતો. હું વધુમાં વધુ મદદ કરવા માંગતો હતો. પરંતુ મને ખબર હતી કે અમારી પાસે ખુબ ઓછા સંસાધનો છે.'
હું મારી નાનકડી દુનિયામાં ખુશ હતો
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે 'તે ઉમરમાં પણ મારો દ્રઢ વિશ્વાસ હતો કે ભગવાને આપણને એકસમાન બનાવ્યાં છે. કઈ પરિસ્થિતિઓમાં પેદા થયા હતાં તેનાથી કોઈ ફરક પડતો નથી. હું કઈંક ઓર હોઈ શકતો હતો. આથી જ્યારે તમે લોકો મને પૂછો છો કે મારો સંઘર્ષ શું હતો, તો હું તમને જણાવું છું કે મારી સાથે કોઈ સંઘર્ષ નહતો. હું જ્યાંથી આવ્યો હતો ત્યાં કઈ પણ નહતું. મને વિલાસિતા અંગે કશું ખબર નહતી અને મેં 'સારું' જીવન જોયું નહતું. આથી હું મારી નાનકડી દુનિયામાં ખુશ હતો.'
મારો રસ્તો મેં પોતે બનાવ્યો
વડાપ્રધાન મોદી વધુમાં કહે છે કે ક્યારેક જો રસ્તો કપરો હતો તો મેં મારો રસ્તો જાતે બનાવ્યો હતો. મારે પોતાની જાતને કુશળ બનાવવા માટે અને તૈયાર કરવા માટે ખુબ જરૂર હતી. એટલે સુધી કે અમારે કપડાં પ્રેસ કરવા માટે ઈસ્ત્રીની વ્યવસ્થા પણ કરી શકતા નહતાં. હું કેટલાક કોલસા સળગાવતો હતો અને ત્યારબાદ જૂના લોટા પર કપડું લપેટીને તેનો ઉપયોગ ઈસ્ત્રી તરીકે કરતો હતો. મારું માનવું હતું કે તેનાથી પણ જો તે જ લાભ મળતો હોય તો ફરિયાદ શાં માટે?
8વર્ષની ઉમરની કહાની
પીએમ મોદીના કહેવા મુજબ આજે હું જે પણ કઈ છું, તેની શરૂઆત તે સમયે થઈ ચૂકી હતી. હું તે સમયે તે જાણતો નહતો. આથી જ્યારે તમે લોકો ચા પિરસતા અને પિતાની ચાની દુકાન ચોખ્ખી કરતા 8 વર્ષના તે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવાનું સપનું જોવા અંગે પૂછશો તો તેનો જવાબ એ હશે, કે ક્યારેય નહીં. આ વિચારવું એ પણ ખુબ દૂરની વાત હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે