International yoga day 2022: મૈસૂરમાં યોગ કાર્યક્રમમાં ભાગ લેશે પીએમ મોદી, 75 જગ્યાઓ પર 75 કેન્દ્રીય મંત્રી થશે સામેલ

International yoga day 2022: યોગ દિવસને વિદેશોમાં વ્યાપક પ્રસાર-પ્રચાર મળ્યો છે. યુએનમાં તેને 185થી વધુ દેશોએ પ્રાથમિક રીતે સમર્થન આપ્યું હતું. જેથી ભારતના કૂટનીતિક વિસ્તારને પણ બળ મળ્યું. જ્યાં આ વખતે 21 જૂને યોગ દિવસ મનાવવાની વાત છે તો આ દિવસની થીમ 'માનવતા માટે યોગ' રાખવામાં આવી છે. 
 

International yoga day 2022: મૈસૂરમાં યોગ કાર્યક્રમમાં ભાગ લેશે પીએમ મોદી, 75 જગ્યાઓ પર 75 કેન્દ્રીય મંત્રી થશે સામેલ

મૈસૂરઃ International yoga day 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે 8માં યોગ દિવસની શરૂઆત મૈસૂર પેલેસ ગાર્ડનમાં યોગ કરીને કરશે. પીએમ સિવાય તમામ કેન્દ્રીય મંત્રી અને ભાજપના તમામ પદાધિકારી દેશમાં અલગ-અલગ જગ્યાઓ પર આ યોગ દિવસ પર યોગ દિવસ કાર્યક્રમમાં સામેલ થશે. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. 

ભારતના યોગની દિવાની થઈ દુનિયા
યોગ દિવસને પીએમ મોદી સરકારના 8 વર્ષના કાર્યકાળનો સૌથી પ્રભાવી કાર્યક્રમ કહી શકાય છે, કારણ કે તે ન માત્ર દેશમાં ઉજવવામાં આવે છે પરંતુ હવે દુનિયા પણ યોગની દિવાની થઈ ગઈ છે. આ દિવસે દુનિયાની મોટી-મોટી હસ્તિઓ નક્કી સમય પર યોગ કરે છે. 

યોગ દિવસને વિદેશોમાં વ્યાપક પ્રસાર-પ્રચાર મળ્યો છે. યુએનમાં તેને 185થી વધુ દેશોએ પ્રાથમિક રીતે સમર્થન આપ્યું હતું. જેથી ભારતના કૂટનીતિક વિસ્તારને પણ બળ મળ્યું. જ્યાં આ વખતે 21 જૂને યોગ દિવસ મનાવવાની વાત છે તો આ દિવસની થીમ 'માનવતા માટે યોગ' રાખવામાં આવી છે. 

મૈસૂરમાં યોગ કરશે પીએમ મોદી
અમૃત કાળને ધ્યાનમાં રાખતા દેશમાં યોગ સાથે જોડાયેલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી પણ યોગ કાર્યક્રમમાં સામેલ થશે. યોગની પરંપરાઓમાં પારંગત પીએમ મોદી આ અવસર પર અલગ-અલગ આસનો કરશે. કર્ણાટકમાં મૈસૂર પેલેસ ગ્રાઉન્ડમાં પીએમ મોદી સાથે અન્ય લોકો પણ સામેલ થશે. મંગળવારે સવારે છ કલાકે પીએમ મોદી યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. 

એટલું જ નહીં પીએમ મોદીએ પોતાના તમામ મંત્રીઓને પણ યોગ દિવસના અવસર પર લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂકતા ફેલાવવા માટે અલગ-અલગ જગ્યાઓ પર યોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. સરકારના 75 મંત્રી દેશના સાંસ્કૃતિક વારસાના 75 મહત્વપૂર્ણ સ્થળો પર યોગ કરતા જોવા મળશે. મંત્રીઓમાં જ્યાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોયમ્બટૂરમાં હશે. તો અમિત શાહ ત્રયમ્બકેશ્વર મંદિર નાસિકમાં યોગ કરશે. નિતિન ગડકરી નાગપુર અને નરેન્દ્ર સિંહ તોમર મધ્ય પ્રદેશના ખજુરાહોમાં રહેશે. 

આ મંત્રી પણ કાર્યક્રમમાં થશે સામેલ
કાર્યક્રમ અનુસાર ભૂપેન્દ્ર પટેલ અયોધ્યામાં રહેશે તો કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર નાથ પાન્ડેય પુરી બીચ પર યોગ કરશે. કેન્દ્રીય મંત્રી વીરેન્દ્ર કુમાર નર્મદા ઉદ્ગમ સ્થળ એટલે કે અમરકંટકમાં યોગ કરશે, મુખ્તાર અબ્બાસ નકવી યૂપીના ફતેહપુરમાં સામેલ થશે. તો મનસુખ માંડવિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે હાજરી આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news