ભાજપના દિગ્ગજ નેતાએ પક્ષના જ સાંસદ અને પ્રમુખ પર લગાવ્યા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ
Trending Photos
વાંકાનેર : ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી દ્વારા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ સંસદ ઉપર કરવામાં આવેલા આક્ષેપોને જિલ્લા ભાજપના પ્રમુખે પાયાવિહોણા ગણાવ્યા છે. વાંકાનેર પાલિકાના વહીવટમાં ગેરરીતિ ચાલી રહી હોવાનું ધ્યાન પર આવતા અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સરકાર સરકારનું કામ કરી રહી છે.
થોડા સમય પહેલાં સરકાર દ્વારા વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ સભ્યોને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આગામી દિવસોમાં વાંકાનેર નગરપાલિકા સુપરસીડ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે તે દરમિયાન આજે સવારે વાંકાનેર ભાજપના આગેવાન જીતુભાઇ સોમાણીએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે તેઓએ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તેમજ રાજકોટના સાંસદ અને મોરબીમાં રહેતા ભાજપના સિનિયર આગેવાન મોહનભાઇ કુંડારીયા ઉપર આક્ષેપો કર્યા હતા . તેમના દ્વારા નગરપાલિકાને સુપરસીડ કરવા માટે કાવતરું રચવામાં આવી રહ્યું છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ બાબતે જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈએ જણાવ્યું હતું કે, વાંકાનેર નગરપાલિકામાં ચાલતા ગેરવહીવટો સરકારી અધિકારી અને સરકારના ધ્યાન ઉપર અવતાર સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તેઓનો કે પછી રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાનો કોઈ રોલ નથી કોઈ ભૂમિકા નથી અને સરકાર સરકારની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. આગામી દિવસોમાં હજુ પણ કેટલાક વાંકાનેર નગરપાલિકાના ગેરવહીવટ સામે આવે તેવી શક્યતાઓ છે તેવુ તેમને જણાવ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે