Jio Institute ને ઉત્કૃષ્ટ સંસ્થાનો દરજ્જો આપવો સાહસિક નિર્ણય: પનગઢિયા

નીતિ પંચના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ જિયો ઇંસ્ટીટ્યૂટને સરકારની તરફથી ઉત્કૃષ્ટ સંસ્થાનનો દરજ્જો આપવા અંગે વડાપ્રધાન મોદીને સાહસિક રાજનેતા ઠેરવ્યા છે

Jio Institute ને ઉત્કૃષ્ટ સંસ્થાનો દરજ્જો આપવો સાહસિક નિર્ણય: પનગઢિયા

વોશિંગ્ટન : નીતિ પંચના પુર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ જિયો ઇન્સ્ટીટ્યૂટ (Jio Institute)ને સરકારની તરફથી ઉત્કૃષ્ણ સંસ્થાનનો દરજ્જો આપવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાહસિક રાજનેતા ઠેરવવામાં આવ્યા છે. અમેરિકા - ભારત રણનીતિક અને ભાગીદારી ફોરમ (USISPF)ના શિખર સમ્મેલનના ઉદ્ધાટન પ્રસંગે પનગઢિયાએ ગુરૂવારે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા આર્થિક સુધારાના પરિણામ સ્વરૂપ ભારત આગામી 15-20 વર્ષમાં ઝડપી ગતિથી વિકાસ માટે તૈયાર છે. 
કોઇ પણ વડાપ્રધાન જાહેરાત પહેલા જ વિચારે છે.
તેમણે જિયો ઇન્સ્ટીટ્યૂટને ઉત્કૃષ્ટ સંસ્થાનનો દરજ્જો આપવા અંગે કહ્યું કે, વડાપ્રધાન મોદી તે સાહસિક નેતાઓમાંથી એક છે, જેમને મે જોયું હોય અથવા કહૂ જેના સંપર્કમાં આવ્યો. ભારતનું વાતાવરણ જોતા કોઇ પણ વડાપ્રધાન કોઇ એવી વસ્તુઓ અંગે જાહેરાત કરતા પહેલા બે-ત્રણ વખત વિચારે છે, જે હાલ અસ્તિત્વમાં જ નહોતી આવી કારણ કે ત્યાર બાદ પ્રેસનું દબાણ પણ સહેવાનું હોય છે. 

હાલની સંસ્થાનમાં પરિવર્તન કરવું વધારે મુશ્કેલ
પનગઢિયાએ કહ્યું કે, આ જ તે વસ્તુ છે જેની તમારે જરૂર છે કારણ કે કોઇ નવા સંસ્થાનની શરૂઆતથી જ તમે નિયમ બનાવી શકો છો જ્યારે તે પહેલાથી જ રહેલા સંસ્થાનમાં પરિવર્તન કરવું વધારે મુશ્કેલ છે. આર્થિક વૃદ્ધિના મુદ્દે પનગઢિયાએ કહ્યું કે, ચીનમાં ગત્ત 15-20 વર્ષમાં આર્થિક વૃદ્ધી પ્રાપ્ત કરી છે, અમે ભારતને આગામી 15થી 20 વર્ષમાં તે મુકામ પ્રાપ્ત કરતા જુએ. આ પ્રકારને ઝડપી ગતિએ ભારત આગળ વધશે. 

ભારતનો વિકાસ દર 7.3 ટકા
હાલમાં ભારતનો વિકાસ દર 7.3 ટકા છે. આ વિશ્વની કોઇ પણ મોટી અર્થવ્યવસ્થા કરતા વધારે હોય છે. આ બધુ અમેરિકા સહિત અન્ય દેશોમાં રોકાણના કારણે સંભવ છે. તે આગળ પણ ચાલુ રહેશે. જો કે અત્યાર સુધી અમેરિકાના ઢાંચાગત્ત ક્ષેત્રમાં રોકાણ મુદ્દે વધારે ઇચ્છુક નજર નહોતી આવી છે. ભારત સરકારે આ દિશામાં રોકાણ વધારવા માટે પગલા ઉઠાવવાની જરૂર છે. 

ભારતમાં રોજગાર રહિત વિકાસની વાત ખોટી
યુએસઆઇએસપીએફના અધ્યક્ષ મુકેશ અડધા સવાલ અંગે પનગઢિયાએ તે મીડિયા રિપોર્ટને ફગાવી દીધા જેમાં કહેવામાં આવ્યું કે, ભારતમાં રોજગાર રહિત વિકાસ છે. તેમણે જોર દઇને કહ્યું કે, ભારતીય પ્રેસમાં રોજગાર મુદ્દે યોગ્ય તથ્ય સામે નથી આવ્યા, જેના કારણે ભ્રમની સ્થિતી પેદા થઇ રહી છે. પનગઢિયાએ કહ્યું કે, ઢાંચાગત્ત વાત એ છે કે જ્યારે કોઇ દેશ 7.3 ટકાનો વૃદ્ધીદરથી વધી રહ્યું છે તો રોજગાર સર્જન વગર શક્ય નથી. આ સંપુર્ણ ધારણા જ ખોટી છેકે નોકરીઓનું સર્જન નથી થઇ રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news