#MeToo: ફરિયાદોની તપાસ કરાવશે મોદી સરકાર, કમિટી બનાવવાની જાહેરાત

એમજે અકબર પર 10 મહિલા પત્રકારોએ શારીરિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે, અકબર વિરુદ્ધ સતત આવી રહેલા આરોપોથી સંઘે પણ નારાજગીના સંકેત આપ્યા છે

#MeToo: ફરિયાદોની તપાસ કરાવશે મોદી સરકાર, કમિટી બનાવવાની જાહેરાત

નવી દિલ્હી : સમગ્ર દેશમાં #Me Too કેમ્પેઇન હેઠળ સતત યૌન શોષણની ફરિયાદો વચ્ચે મોદી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ #Me Too હેઠળ સામે આવેલા તમામ મુદ્દાઓની તપાસ માટે સમિતિની રચના કરવા માટેની જાહેરાત કરી છે. વરિષ્ઠ કાયદા નિષ્ણાંતો અને વકીલાત સાથે જોડાયેલા લોકો આ સમિતિમાં સભ્ય હશે અને તેઓ તપાસ કરશે. 

ઉલ્લેખનીય છે કે, ગત્ત થોડા દિવસોમાં કેન્દ્રીય મંત્રી એમ.જે અકબર અને સિનેમા જગતની ઘણી હસ્તીઓ વિરુદ્ધ #Me Too હેઠળ શારીરિક શોષણની ફરિયાદો આવી છે. મેનકા ગાંધીએ આ ફરિયાદોની તપાસ માટે કમિટિની જાહેરાત કરી છે. મેનકા ગાંધીએ #Me Too કેમ્પેઇનનું સમર્થન કરતા ટ્વીટ કર્યું કે, હું દરેક ફરિયાદ પાછળ છુપાયેલા દર્દ અને વેદના પર વિશ્વાર કરૂ છું અને કાર્યસ્થળો પર શારીરિક શો,ણ મુદ્દે જીરો ટોલરન્સની નીતિ સાથે ઉકેલવામાં આવવી જોઇએ. 

— Ministry of WCD (@MinistryWCD) October 12, 2018

મેનકા ગાંધીએ કહ્યું કે, આ કમિટી કાર્યસ્થળ પર યૌન શોષણની ફરિયાદોને પહોંચીવળવા હાલનાં કાયદાકીય પાસાઓ અને ફ્રેમવર્કનો અભ્યાસ કરશે અને મહિલા અને બાલ વિકાસ મંત્રાલયને સલાહ આપશે કે તેમને અન્ય પણ કેટલાક મજબુત કરવામાં આવી શકે. મેનકા ગાંધીએ કહ્યું કે, કાર્યસ્થળો પર મહિલાઓનું શોષણ સહન કરી શકે તેમ નથી. તેમણે કહ્યું કે, કમિટીની સામે આવીને મહિલાઓ પોતાની ફરિયાદ નોંધાવી શકશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news