સસ્પેન્ડેડ કર્મચારીએ BOSSને ભેટ આપ્યું મધ, મજેદાર છે કારણ

પોતાના બોસને લખેલા પત્રમાં પ્રધાને લખ્યું કે, 'તમે ભલે મારા સ્વાસ્થ્યની ચિંતા ન કરી શકો પરંતુ મને તમારી ફિકર છે અને તમને મધ ગિફ્ટ કરવા માંગુ છે જેથી તમે તમારી ઈમ્યુનિટી વધારી શકો.'

સસ્પેન્ડેડ કર્મચારીએ BOSSને ભેટ આપ્યું મધ, મજેદાર છે કારણ

નાગપુર: નાગપુરમાં કોવિડ-19થી સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો ઉઠાવવા માટે એક રેલવે કર્માચરીને કથિત રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યો તો તેણે પોતાના BOSSને મધ ભેટમાં આપ્યું. જેની પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે. લોકો પાયલટનું કહેવું છે કે, ભલે રેલવે તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત નથી પરંતુ તેને પોતાના BOSSના આરોગ્યની ચિંતા છે, એટલે જ તેમને મધ ગિફ્ટ કરી રહ્યા છે.

વરિષ્ઠ પાયલટ હતા સસ્પેન્ડેડ કર્મચારી
સાઉથ ઈસ્ટ સેંટ્રલ રેલવેના નાગપુર ડિવિઝનના રેલવે પાયલટને તાજેતરમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કેસી પ્રધાન વરિષ્ઠ લોકો પાયલટ હતા. જેમને 2 નવેમ્બરે સસ્પેન્ડ કરવામાં આવ્યા. જે બાદ કેસી પ્રધાને તેમના બોસ સિનિયર ડિવિઝનલ ઈલેક્ટ્રિકલ એન્જીનિયર કુણાલ કપૂરને 6 નવેમ્બરે લેટર લખ્યો. જેની સાથે તેમણે  મધ પણ ભેટ આપ્યું.

બોસને પત્ર સાથે ભેટ આપ્યું મધ
પોતાના બોસને લખેલા પત્રમાં પ્રધાને લખ્યું કે, 'તમે ભલે મારા સ્વાસ્થ્યની ચિંતા ન કરી શકો પરંતુ મને તમારી ફિકર છે અને તમને મધ ગિફ્ટ કરવા માંગુ છે જેથી તમે તમારી ઈમ્યુનિટી વધારી શકો.' કેસી પ્રધાન રેલવેમાં લોકો પાયલટ તરીકે ત્રણ દાયકાથી સેવા આપી ચુક્યા છે. જે દરમિયાન એક પણ અકસ્માત નથી થયો.

કેસી પ્રધાનને થયો કોરોના
સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મચારી કેસી પ્રધાન કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમની સાથે પરિવારને પણ ચેપ લાગ્યો હતો. જે બાદ કેસી પ્રધાને આરોપ લગાવ્યો હતો કે, રેલવેના ડોક્ટર્સની લાપરવાહીના કારણે તેમને અને પરિવારને કોરોનાનો ચેપ લાગ્યો. આ ઘટના બાદ કેસી પ્રધાને કોરોનાથી બચવાના ઉપાયોમાં લાપરવાહી વર્તવા માટે રેલવેની સામે અવાજ ઉઠાવ્યો હતો.

આ કારણ આપી કરાયા સસ્પેન્ડ
કેસી પ્રધાન સસ્પેન્ડ કરવા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ નથી આપવામાં આવ્યું પરંતુ તેમને લાગે છે કે, રેલવે તંત્ર સામે અવાજ ઉઠાવવાના કારણે તેમને બરતરફ કરવામાં આવ્યા છે. પ્રધાનને એવું પણ લાગે છે કે, તેમનું સસ્પેન્શન પાછળનું કારણ, નાગપુર રેલવે સ્ટેશન પર વિદર્ભ એક્સપ્રેસને 17 મિનિટ મોડા પહોંચાડવાનું છે. ત્રણ દાયકાની સેવા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવતા પ્રધાનને દુઃખ છે અને એટલે જ બોસ પર કટાક્ષ કરવા માટે તેમણે મધ મોકલ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news