નાગપુરથી ટેકઓફ કરતા પ્લેનનું એક ટાયર અલગ, મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ

આ મેડિકલ ફ્લાઇટમાં બે ક્રૂ મેમ્બર, એક ડોક્ટર અને દર્દી સહિત પાંચ લોકો સવાર હતા. મુંબઈ એરપોર્ટ પર આ નોન શેડ્યૂલ ફ્લાઇટને ઇમજરન્સી લેન્ડિંગ હેઠળ ઉતારવામાં આવી. 

નાગપુરથી ટેકઓફ કરતા પ્લેનનું એક ટાયર અલગ, મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ

મુંબઈઃ નાગપુરથી હૈદરાબાદ માટે ઉડાન ભરવા સમયે ગુરૂવારે રાત્રે એક ચાર્ટર પ્લેનનું આગળું ટાયર રન વે પર અલગ થઈ ગયું હતું. ત્યારબાદ એર એમ્બ્લુયન્સનું મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. એર એમ્બ્યુલન્સ જેટસર્વ એવિએશન તરફથી ઓપરેટ કરવામાં આવતું જા રે સી-90 એરક્રાફ્ટ VT-JIL નું આગલું ટાયર નાગપુરના રનવે 32 પર ઉડાન ભરતા સમયે વિમાનથી અલગ થઈ ગયું હતું. 

આ મેડિકલ ફ્લાઇટમાં બે ક્રૂ મેમ્બર, એક ડોક્ટર અને દર્દી સહિત પાંચ લોકો સવાર હતા. મુંબઈ એરપોર્ટ પર આ નોન શેડ્યૂલ ફ્લાઇટને ઇમજરન્સી લેન્ડિંગ હેઠળ ઉતારવામાં આવી. બધા લોકોને મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ બાદ સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. 

— ANI (@ANI) May 6, 2021

મુંબઈ એરપોર્ટે નિવેદનમાં જણાવ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે 27 પર સાવચેતીના પગલા ભરવામાં આવ્યા હતા જેથી વિમાનમાં આગ ન લાગી જાય. બધા યાત્રીકોને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા અને એરપોર્ટ પર અન્ય ફ્લાઇટની અવર-જવરના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

જ્યારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે, જેટસર્વ એમ્બ્યુલન્સ દર્દીને લઈને નાગપુરથી ટેકઓફ કર્યું અને તેનું આગળનું ટાયર અલગ થઈ ગયું. તત્કાલ કેપ્ટન કેસરી સિંહે પોતાના મગજનો ઉપયોગ કરતા એરક્રાફ્ટને મુંબઈમાં લેન્ડિંગ કરાવ્યું છે. બધા વિમાનમાં સવાર સુરક્ષિત છે. ડીજીસી, મુંબઈ એરપોર્ટ અને અન્યનો પ્રશંસનીય પ્રયાસ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news