પીએમ મોદીને પત્ર લખનાર 50 હસ્તિઓ વિરુદ્ધ નોંધાયેલ દેશદ્રોહનો કેસ બંધ કરવાનો આદેશ
પીએમ મોદીને પત્ર લખનાર 50 ચર્ચિત હસ્તિઓ વિરુદ્ધ નોંધાયેલ દેશદ્રોહના કેસને બંધ કરવાનો આદેશ મુઝફ્ફરપુરના એસએસપીએ આપ્યો છે. આ હસ્તિઓ પર મોબ લિંચિંગને લઈને પીએમ મોદીને લખેલા પત્રને કારણે કેસ નોંધવામાં આવ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ મોબ લિંચિંગને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખનાર 49 હસ્તિઓને રાહત મળી છે. બિહાર પોપીસે રામચંદ્ર ગુહા, મણિરત્નમ સહિત 49 હસ્તિઓ પર નોંધાયેલ કેસને રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મુઝફ્ફપુરના એસએસપી મનોજ કુમારે આપ્યો છે.
હકીકતમાં, પીએમ મોદીને પત્ર લખનાર 49 અભિનેતાઓ વિરુદ્ધ મુઝફ્ફરપુરમાં એફઆઈઆર નોંધાવવામાં આવી હતી, જેણે પીએમ મોદીને મોબ લિંચિંગ પર ચિંતા વ્યક્ત કરતા ખુલ્લો પત્ર લખ્યો હતો.
શું છે મામલો?
વકીલ એસ. કે. ઓઝાએ મુઝફ્ફરપુર મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેના પર સુનાવણી બાદ આ સેલેબ્રિટીઓ પર પ્રાથમિક તપાસ નોંધાવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
અરજીમાં આશરે 50 સેલેબ્રિટીઓના નામ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યો, જેમાં તેના તરફથી કથિત રીતે દેશની છબી ખરાબ કરવા અને વડાપ્રધાનના પ્રભાવશાળી પ્રદર્શનને નબળું કરવાની વાત કરવામાં આવી હતી. આ સાથે અરજીમાં તેના તરફથી અલગાવવાદી પ્રવૃત્તિઓને સમર્થન કરવાની વાત કરવામાં આવી હતી.
પોતાના ખુલ્લા પત્રમાં આ સેલેબ્રિટીઓએ મુસ્લિમ, દલિત અને અન્ય અલ્પસંખ્યકો વિરુદ્ધ થઈ રહેલી મોબ લિંચિંગની ઘટનાઓ રોકવાની માગ કરી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે, વિરોધ વગર કોઈ લોકતંત્ર હોતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે