જ્યોતિરાદિત્ય સિંધિયાનું મોટું નિવેદન, કહ્યું- કોંગ્રેસે આત્મ અવલોકન કરવાની જરૂર છે

ઉલ્લેખનીય છે કે સલમાન ખુર્શીદે કહ્યું હતું કે, કોંગ્રેસની સ્થિતિ ખરાબ છે અને તે મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીમાં જીત મેળવી શકશે નહીં. 

  જ્યોતિરાદિત્ય સિંધિયાનું મોટું નિવેદન, કહ્યું- કોંગ્રેસે આત્મ અવલોકન કરવાની જરૂર છે

ગ્વાલિયરઃ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાની પાર્ટીને લઈને મોટુ નિવેદન આપ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાનું માનવું છે કે કોંગ્રેસે આત્મ અવલોકન કરવાની જરૂર છે. સિંધિયાએ કહ્યું કે, વર્તમાનમાં કોંગ્રેસની જે સ્થિતિ છે તેની તપાસ થવી જોઈએ. જેથી કોંગ્રેસને આગળ વધારી શકાય. હકીકતમાં ગ્વાલિયર-ચંબલના પ્રવાસે પહોંચેલા સિંધિયાને કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના તે નિવેદન પર મીડિયાએ તેનો મત જાણવાનો પ્રયત્ન કર્યો હતો. મહત્વનું છે કે, સલમાન ખુર્શીદે કહ્યું હતું કે કોંગ્રેસની સ્થિતિ ખરાબ છે અને તે મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીમાં જીત મેળવી શકશે નહીં. 

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના આ નિવેદન પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટ કહ્યું કે, ત્યા નેતાનું શું નિવેદન છે અને શું બોલ્યા, તે જાણે. પરંતુ મારૂ માનવું છે કે કોંગ્રેસે આત્મ અવલોકન કરવાની જરૂર છે. આ સાથે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર બોલતા તેમણે કહ્યું કે, મારૂ કામ ટિકિટ વિતરણ સુધી હતું. બાકીનું કામ ત્યાંનું સંગઠન જોઈ રહ્યું છે. ચોક્કસપણે કોંગ્રેસને ત્યાં સફળતા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news