અયોધ્યા કેસ: સુન્ની વક્ફ બોર્ડ સિવાય અન્ય કોઈ મુસ્લિમ પક્ષકાર સમાધાન માટે તૈયાર નથી

અયોધ્યા કેસ (Ayodhya Case)મા સુન્ની વક્ફ બોર્ડ ભલે વિવાદિત જમીન પર દાવો છોડવા માટે તૈયાર હોય પરંતુ બાકીના મુસ્લિમ પક્ષકાર કોઈ પણ પ્રકારના સમાધાન માટે તૈયાર નથી.

અયોધ્યા કેસ: સુન્ની વક્ફ બોર્ડ સિવાય અન્ય કોઈ મુસ્લિમ પક્ષકાર સમાધાન માટે તૈયાર નથી

નવી દિલ્હી: અયોધ્યા કેસ (Ayodhya Case)મા સુન્ની વક્ફ બોર્ડ ભલે વિવાદિત જમીન પર દાવો છોડવા માટે તૈયાર હોય પરંતુ બાકીના મુસ્લિમ પક્ષકાર કોઈ પણ પ્રકારના સમાધાન માટે તૈયાર નથી. મુસ્લિમ પક્ષકારોએ એક નિવેદન બહાર પાડતા કહ્યું કે હવે મધ્યસ્થતા દ્વારા ઉકેલની કોઈ સંભાવના નથી. તેમણે કહ્યું કે સુન્ની વક્ફ બોર્ડના સમાધાનના ડ્રાફ્ટને મધ્યસ્થતા પેનલે કે પછી બાકી પક્ષકારોએ જાણી જોઈને મીડિયાને લીક કર્યો. 

અયોધ્યા મામલે મુસ્લિમ પક્ષના વકીલોએ નિવેદન બહાર પાડીને કહ્યું કે અમને મુખ્ય હિન્દુ પક્ષકારોએ નહતાં બોલાવ્યાં, ફક્ત સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝફર ફારૂકી અને ધર્મદાસે જ ભાગ લીધો હતો. પેનલના સભ્ય શ્રીરામ પંચૂ, અને ઝફર ફારુકીમાં તાલમેલ જોવા મળી રહ્યો છે. અમે રિપોર્ટ સાથે અસહમત છીએ. તેમણે લીક થવાના સમે પણ સવાલ ઉઠાવ્યો. 

આ રીતે અન્ય મુસ્લિમ પક્ષકારોએ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે જે પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો તેને સ્વીકારતા નથી. મધ્યસ્થતામાં સીમિત લોકોએ ભાગ લીધો હતો. નિર્મોહી અખાડામાંથી મહંત ધર્મદાસ, સુન્ની વક્ફ બોર્ડથી ઝફર ફારૂકી, અને હિન્દુ મહાસભામાંથી ચક્રપાણી સહિત અન્ય બે લોકોએ ભાગ લીધો હતો. જ્યારે હિન્દુ પક્ષ ખુલ્લી રીતે કહી ચૂક્યા હતાં કે મધ્યસ્થતામાં તેઓ ભાગ લેશે નહીં તો આખરે મધ્યસ્થતા કેવી રીતે થઈ શકે. મધ્યસ્થતા કમિટીએ જે પ્રયત્નો કર્યાં તેમાં કોઈ તેમનો માણસ સામેલ નથી. 

જુઓ LIVE TV

ઉલ્લેખનીય છે કે સુન્ની વક્ફ બોર્ડ ઉપરાંત આ કેસમાં અન્ય 6 મુસ્લિમ પક્ષકારો છે. જેમાં હાસિફ અન્સારી/ઈકબાલ અન્સારી, એમ સિદ્દીકી, મિસબાહુદ્દીન, ફારૂક અહેમદ, મૌલાના મેહફૂઝુરહમાન, સિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડ સામેલ છે. 

હકીકતમાં સુન્ની વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાંથી અયોધ્યા કેસ પાછો લેવાનો નિર્ણય કર્યો છે. બોર્ડના ચેરમેને કેસ પાછો ખેંચવાનું સોગંદનામું મધ્યસ્થતા પેનલના સભ્ય શ્રીરામ પંચૂને મોકલ્યું. ત્યારબાદ મધ્યસ્થતા પેનલે સેટલમેન્ટ દસ્તાવેજ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news