VIDEO : ટોલ પ્લાઝા પર ગુસ્સામાં ડ્રાઇવરે યુવક પર ચડાવી દીધો ટ્રક, કારણ હતું નાનકડો ઝઘડો

ટોલ પ્લાઝા પર ગાડી કાઢવાના મામલે બે ડ્રાઇવર વચ્ચે લડાઈ થઈ ગઈ હતી. આ પછી એક યુવકે ટ્રક ડ્રાઇવરને ટોલ પ્લાઝા પર રોકવાનો પ્રયાસ કર્યો હતો.

VIDEO : ટોલ પ્લાઝા પર ગુસ્સામાં ડ્રાઇવરે યુવક પર ચડાવી દીધો ટ્રક, કારણ હતું નાનકડો ઝઘડો

ગ્રેટર નોઇડા : દિલ્હીને અડોઅડ આવેલા ગ્રેટર નોઇડાના દાદરી ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર બે ડ્રાઇવરો વચ્ચે થયેલો ઝઘડો એક મોતનું કારણ બની ગયો છે. ટોલ પ્લાઝા પર થયેલી આ લડાઈ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટના શુક્રવારે સાંજે 5:23 કલાકે થઈ હતી. 

હકીકતમાં ટોલ પ્લાઝા પર ગાડી કાઢવાના મામલે બે ડ્રાઇવર વચ્ચે લડાઈ થઈ ગઈ હતી. આ પછી એક યુવકે ટ્રક ડ્રાઇવરને ટોલ પ્લાઝા પર રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ ડ્રાઇવર ગાડી ચલાવતો જ રહ્યો હતો. ગુસ્સે ભરાયેલો યુવક ટ્રક પાસે આવી ગયો અને બંપર પર ચડવાનો પ્રયાસ કરવા લાગ્યો. જોકે ટ્રક ડ્રાઇવરે ગાડી ન રોકી અને યુવક લપસી જતા ટ્રક નીચે આવી ગયો હતો. 

આ ઘટના પછી યુવકની ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. આ ટ્રકનો નંબર UP 13 AT 6767 છે અને આરોપી ટ્રક ડ્રાઇવર ફરાર છે. આ ઘટના દાદરી થાણા વિસ્તારના ટોલ પ્લાઝા પર બની છે. હાલમાં પોલીસ સીસીટીવી ફુટેજના આધારે ડ્રાઇવરની શોધ ચલાવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news