મુંબઈ પોલીસ સમીર વાનખેડેની પૂછપરછ કરશે, જાણો આખરે શું છે મામલો
Trending Photos
મુંબઈ: એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની જાસૂસીના મામલે નવો વળાંક આવ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મુંબઈ પોલીસ જલદી સમીર વાનખેડેને સમન મોકલીને પૂછપરછ માટે બોલાવશે.
અત્રે જણાવવાનું કે સમીર વાનખેડેએ આરોપ લગાવ્યો હતો કે મુંબઈ પોલીસના લોકો તેમનો પીછો કરી રહ્યા છે અને તેમની મૂવમેન્ટ ટ્રેક કરે છે. તેઓ અવારનવાર કબ્રસ્તાનમાં તેમની માતાની કબર પર જાય છે. મુંબઈ પોલીસના બંને પોલીસકર્મીઓએ કબ્રસ્તાનમાંથી તેમનું સીસીટીવી ફૂટેજ લીધુ હતું.
ઓશિવારા કબ્રસ્તાન જાય છે સમીર
એનસીબીના એક અધિકારીના જણાવ્યાં મુજબ વાનખેડે નિયમિત રીતે ઓશિવારામાં આવેલા કબ્રસ્તાન જતા હતા, જ્યાં તેમની માતાને 2015માં તેમના મૃત્યુ બાદ દફનાવવામાં આવ્યા હતા. અધિકારીએ સોમવારે દાવો કર્યો કે ઓશિવારા પોલીસમથકના બે અધિકારી કબ્રસ્તાન ગયા અને વાનખેડેની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સીસીટીવી ફૂટેજ લીધુ.
મુંબઈ પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા
વાનખેડેના જાસૂસીના આરોપો બાદ મુંબઈ પોલીસ કમિશનરે એડિશનલ કમિશનર રેન્કના અધિકારીને મામલાની તપાસના આદેશ આપ્યા હતા. આ બાજુ આ મામલે મહારાષ્ટ્ર સરકારે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટિલે મંગળવારે કહ્યું હતું કે રાજ્ય સરકારે કોઈ પણ એજન્સીને સમીર વાનખેડેની નિગરાણી કરવાના આદેશ આપ્યા નથી.
સરકારે નથી આપ્યા આદેશ
દીલીપ વાલસે પાટિલે કહ્યું કે સરકારે કે રાજ્યના ગુપ્તચર વિભાગને સમીર વાનખેડે પર નજર રાખવાના કોઈ આદેશ અપાયા નથી. મે સાંભળ્યું છે કે તેમણે (વાનખેડે) ડીજીપીને ફરિયાદ કરી છે. અમે તેના પર ધ્યાન આપીશું. મંત્રીએ કહ્યું કે મને નથી લાગતું કે પોલીસ તેમના પર નજર રાખી રહી છે.
ક્રુઝ જહાજ પર રેડ બાદ ચર્ચામાં છે વાનખેડે
અત્રે જણાવવાનું કે ક્રુઝ જહાજ પર દરોડાનું નેતૃત્વ કર્યા બાદ ચર્ચામાં આવેલા સમીર વાનખેડેએ સોમવારે ફરિયાદ કરી હતી કે બે પોલીસ અધિકારી તેમનો સતત પીછો કરી રહ્યા હતા. ક્રુઝ પર દરોડા બાદ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની માદક પદાર્થો મામલે ધરપકડ કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે