કોરોના: મુંબઇની 'લાઈફ લાઈન' ગણાતી લોકલ ટ્રેન સેવા શરૂ, મુસાફરી માટે આ છે જરૂરી નિયમો
Trending Photos
મુંબઇ: કોરોના વાયરસ (Corona Virus) ના કહેર વચ્ચે મુંબઇ (Mumbai) માં આજથી લોકલ ટ્રેન (Local Train) શરૂ થઈ ગઈ છે. પરંતુ ફક્ત જરૂરી સેવાઓ સંલગ્ન જોડાયેલા લોકોને જ મુસાફરી કરવાની મંજૂરી છે. પશ્ચિમ રેલવે વિરાર, ચર્ચગેટ, અને દહાણુ સહિત 73 લોકલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. તમામ ટ્રેન સવારે સાડા પાંચ વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી દોડશે.
વેસ્ટર્ન લાઈન પર લોકલ ટ્રેન દોડવાની શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ રેલવેની 12 ડબ્બાવાળી 73 લોકલ ટ્રેન દોડવાની શરૂ થઈ. 8 લોકલ ટ્રેન વિરારથી દહાણુ વચ્ચે દોડી રહી છે.
અત્રે જણાવવાનું કે દર 15 મિનિટ બાદ એક લોકલ દોડાવવામાં આવી રહી છે. જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને જ પ્રવાસ કરવાની મંજૂરી છે. જ્યારે સેન્ટ્રલ રેલવેની 200 લોકલ ટ્રેનો દોડવાની શરૂ થઈ છે. CSRથી કસારા, કરજત, કલ્યાણ, થાણા વચ્ચે લોકલ ટ્રેન સેવા બહાલ થઈ. આ ઉપરાંત પનવેલ માટે પણ લોકલ ટ્રેન સેવા શરૂ થઈ.
અહીં જણાવવાનું કે સ્ટેશનમાં એન્ટ્રી આઈડી કાર્ડ બતાવવાથી મળશે. ટિકિટ લેતી વખતે પણ સરકારી આઈડી કાર્ડ દેખાડવું પડશે. સ્ટાફને કલર કોડવાળા QR કોડ આધારિત ઈ પાસ આપવામાં આવ્યાં. બીમાર અને કન્ટેઈન્મેન્ટ ઝોનથી આવનારા લોકોને સ્ટેશનમાં એન્ટ્રી મળશે નહીં.
જુઓ LIVE TV
મુસાફરોએ દો ગજ દૂરીનું અંતર જાળવવું જરૂરી છે. 1200ની ક્ષમતાવાળા ડબ્બામાં ફક્ત 700 મુસાફરો મુસાફરી કરી શકશે. દરેક સ્ટેશન પર મેડિકલ સ્ટાફની સાથે એમ્બ્યુલન્સ તૈનાત કરવાના નિર્દેશ અપાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે