પ્રિયા દત્ત પર ટિકિટ વેચવાનો આરોપ, કોંગ્રેસના નેતાએ કહ્યું-તેમના ભાઈના અંડરવર્લ્ડ સાથે સંબંધ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Election 2019) નજીક છે ત્યારે પ્રદેશ કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીના મુદ્દે આંતરિક વિખવાદ બહાર આવ્યો છે.

પ્રિયા દત્ત પર ટિકિટ વેચવાનો આરોપ, કોંગ્રેસના નેતાએ કહ્યું-તેમના ભાઈના અંડરવર્લ્ડ સાથે સંબંધ

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Election 2019) નજીક છે ત્યારે પ્રદેશ કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીના મુદ્દે આંતરિક વિખવાદ બહાર આવ્યો છે. પાર્ટી હાઈકમાનથી નારાજ જોવા મળી રહેલા કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે કહ્યું કે મુંબઈની જો 3-4 બેઠકોને બાદ કરીએ તો તમામ કોંગ્રેસ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ જશે. આ બાજુ એક સ્થાનિક નેતાએ પૂર્વ સાંસદ પ્રિયા દત્ત પર વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વેચવા અને તેમના ભાઈ તથા બોલિવૂડ અભિનેતા સંજય દત્ત પર અંડરવર્લ્ડ સાથે સંબંધ રાખવાના ગંભીર આરોપ લગાવ્યાં છે. કોંગ્રેસના કોર્પોરેટર બ્રાયન મિરાન્ડાએ સોનિયા ગાંધીને એક ઈમેઈલ લખીને પોતાની ફરિયાદ નોંધાવી છે. 

ફરિયાદ કરતા મેઈલમાં મિરાન્ડાએ લખ્યું છે કે પ્રિયા દત્ત એકવાર ફરીથી 175 કલિંગા વિધાનસભા બેઠકની ટિકિટ વેચવામાં સફળ રહ્યાં. આ ક્ષેત્રમાંથી જેણે 14 વર્ષ અગાઉ નિગમની ચૂંટણી જીતી હતી તે જ્યોર્જ અબ્રાહમને કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. 2012થી સતત બે વાર કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવેલા મિરાન્ડાએ આરોપ લગાવ્યો કે પ્રિયા દત્તે ફક્ત પોતાના અભિમાનને કારણે તેમને અગણ્યા છે. 

સંજય દત્તના અંડરવર્લ્ડ સાથે સંબંધ
પૂર્વ સાંસદ પ્રિયા દત્તના ભાઈ અને બોલિવૂડના અભિનેતા સંજય દત્ત પર આરોપ લગાવતા કોંગ્રેસના નેતાએ ફરિયાદી મેઈલમાં લખ્યું કે "દત્ત સાહેબ (સુનિલ દત્ત)ના ગયા બાદ આ પરિવાર પોતાનું સન્માન ગુમાવી ચૂક્યો છે. તમે તેમના ભાઈ (સંજય દત્ત)ના કામો અંગે જાણો છો. આજે પણ તેઓ અંડરવર્લ્ડ સાથે સંબંધ ધરાવે છે અને હું હવામાં વાત કરતો નથી. જ્યારે તમને તેમના તથ્યો અંગે જાણવા મળશે જે ઘણા સમય પછી સામે આવશે તો તમે પોતે પણ તમારા જ નિર્ણય પર પસ્તાશો."

જુઓ LIVE TV

આ બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંજય નિરૂપમે પોતાની પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે વર્સોવા સીટ પર મે મારી પસંદના ઉમેદવારની માગણી કરી હતી. પરંતુ નિરાશા મળી. તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે સોનિયા ગાંધીની પાસે બેઠેલા લોકો ષડયંત્ર રચી રહ્યાં છે. પાર્ટીમાં જૂની પરંપરા ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસની સિસ્ટમમાં ગડબડી આવી ગઈ છે. જો સુધાર ન થયો તો સમગ્ર પાર્ટી તબાહ થઈ જશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news