મોનસૂન પહેલાં મુંબઇના અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર, મંડરાઇ રહ્યો છે મોટો ખતરો

હવામાન વિભાગે આગામી ચાર દિવસોમાં મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. વરસાદના કારણે મુંબઇના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની મોટી સમસ્યા રહે છે. એટલું જ નહી ભૂસ્ખલનનો પણ ડર રહે છે. જેને લઇને બીએમસીએ અત્યારથી લોકોને ચેતાવણી જાહેર કરી છે. 

મોનસૂન પહેલાં મુંબઇના અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર, મંડરાઇ રહ્યો છે મોટો ખતરો

Mumbai Monsoon: મુંબઇમાં વરસાદ આફત લઇને આવ્યો છે. ગત થોડા દિવસોથી રાજ્યના ઘણા વિસ્તારોમાં  વરસાદ જોવા મળ્યો છે. હવામાન વિભાગે તેને લોકલ ડિસ્ટબન્સ ગણાવ્યો છે. હવે હવામાન વિભાગે આગામી ચાર દિવસોમાં મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. વરસાદના કારણે મુંબઇના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની મોટી સમસ્યા રહે છે. એટલું જ નહી ભૂસ્ખલનનો પણ ડર રહે છે. જેને લઇને બીએમસીએ અત્યારથી લોકોને ચેતાવણી જાહેર કરી છે. 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસોમાં મુંબઇ, ઠાણે, રાયગડ, પાલઘર સહિત રાજ્યના રત્નાગિરી, સિંધુદુર્ગ, ધૂલે, નંદૂરબાર, જલગાંવ કોલ્હાપુર, સાંગલી, સોલાપુર, યવતમાલ, અહમદનગર, કોંકણ, વિદર્ભ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ ખાબકી શકે છે. 

બીએમસીએ જાહેર કર્યું એલર્ટ
બીએમસીએ શહેરના ભૂસ્ખન સંભવિત વિસ્તારોમાં ઝૂંપડીઓમાં રહેનાર લોકો માટે એક નવી ચેતાવણી જાહેર કરી છે. નગર એકમોને પોતાની સંસ્થા એસ-વોર્ડના ઢાળવાળા વિસ્તારોમાં રહેનાર લોકોને જલદી જ સુરક્ષિત સ્થળો પર જવા માટે કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગના અધિકારીઓ દ્રારા મોનસૂનના પૂર્વાનુમાનને ધ્યાનમાં રાખતા નગર એકમોને આ ચેતાવણી આપવામાં આવી છે. 

ભૂસ્ખલન અને પૂરનો ખતરો
પૂર, ભૂસ્ખલન જેવી કોઇપણ અપ્રિય સ્થિતિથી બચવા માટે સમય પર અનુપાલન સુનિશ્વિત કરવામાં આવે છે. આ ઉપરાંત સંબંધિત ડેવલોપર્સ સાઇટ પર સ્વચ્છતા જાળવી રાખવા માટે પણ જવાબદાર છે જેથી કોઇ પાણીનો ભરાવો ન થાય, આ મલેરિયા, ડેંગ્યૂ અને અન્ય પાણીજન્ય રોગોના કારણે થનાર મચ્છરોના પ્રજનન સ્થળ બની શકે છે. એસઆરએ ભાર મૂકીને કહ્યું કે સફાઇ વખતે સખત ઉપાયોનું પાલન કરતાં સાઇટ પર મજરોની યોગ્ય દેખભાળ કરવી જોઇએ. 

આ વિસ્તારોને આપવામાં આવી ચેતાવણી
બીએમસીએ પોતાની નોટિસમાં કહ્યું કે કુદરતી આફતના કારણે દુર્ઘટના અથવા જાનમાલનું નુકસાન થતં તે જવાબદારી લેશે નહી. એસ વોર્ડના અંતગર્ત આવનાર ક્ષેત્રો માટે ચેતાવણી જાહેર કરવામાં આવી છે. વિક્રોલી પશ્વિમમાં સૂર્યનગર, પવઇમાં ઇન્દીરનગર, ગૌતમ નગર, પાસપોલી, જયભીમ નગર, ભાંડુપ પશ્વિમમાં રમાબાઇ આંબેડકર નગર 1 અને 2, નારદાસ નગર, ગાઓંદેવી હિલ, ગાવદેવી માર્ગ, તેમ્બીપાડા, રાવતે કંપાઉન્ડ, ખિંડીપાડા, રામનગર, હનુમાન નગર, અશોક હિલ, નવજીવન સોસાયટી, તાનાજી વાડી, દરગાહ રોડ, મોનસૂનની સિઝનમાં વરસાદથી ભૂસ્ખલન અને મકાન ઢળી પડવા અને જાનમાલને નુકસાનની સંભાવના વધી જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news