હવે હોટેલ પર જ મળી જશે ફ્લાઇટનો બોર્ડિંગ પાસ અને બેગેજ ટેગ
ઓટોમેટેડ ચેક-ઇન સિસ્ટમ ઉપલબ્ધ કરવનાર દેશનું પહેલું એરપોર્ટ બન્યું CSIA
Trending Photos
નવી દિલ્હી : હવે એરપોર્ટ પર બેગેજ ચેક-ઇન અને બોર્ડિંગ પાસ મેળવવા માટે લાંબી લાઇનોમાં ઉભા રહેવું નહીં પડે. હવે તમે તમારી હોટેલમાં જ બોર્ડિગ પાસ અને બેગેજ ટેગ મેળવી શકો છો. મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓ માટે આ ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. એરપોર્ટે આ સુવિધાની શરૂઆત મુંબઈની ગણતરીની હોટેલ્સથી કરી છે. મુસાફરોની પ્રતિક્રિયાના આધારે બહુ જલ્દી આ યોજનાનો પ્રસાર મુંબઈની બીજી હોટેલ્સમાં પણ કરવામાં આવશે.
મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)ના ટોચના અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે આ યોજના અંતર્ગત ચેક-ઇન અને બેગેજ ટેગની સુવિધા મુંબઈની છ હોટેલ્સમાં ઉપલબ્ધ કરાવવામાંઆવી છે. આ હોટેલ્સમાં સહારા સ્ટાર, હયાત રિજન્સી, તાજ સાંતાક્રુઝ, આઇટીસી મરાઠા, હિલ્ટન મુંબઈ ઇ્ન્ટરનેશનલ એરપોર્ટ અને ધ લલિતનું નામ શામેલ છે. આ હોટેલમાં રહેતા તમામ મુસાફરો આ સુવિધાનો લાભ લઈ શકે છે. આ નવી સુવિધા શરૂ થવાના કારણે મુસાફરોનો કિંમતી સમય તો બચશે જ પણ સાથેસાથે એરપોર્ટ પર બોર્ડિંગ પાસ તેમજ બેગેજ ચેક-ઇન માટેની લાંબી લાઇનોથી છૂટકારો મળશે.
આ સુવિધાનો લાભ લેવા માટે કોમન યુઝ સેલ્ફ સર્વિસ (CUSS) કિયોસ્ક લગાવી દેવામાં આ્વ્યા છે. આ કિયોસ્કમાં મુસાફરોએ માત્ર પોતાની ઇ-ટિકિટનો પીએનઆર નંબર રજિસ્ટર્ડ કરાવવો પડશે તેમજ પોતાના બેગેજની સંખ્યા દર્શાવવી પડશે. આ તમામ જાણકારી કન્ફર્મ થતા જકિયોસ્ક પાસેથી બોર્ડિંગ પાસ અને તમામ બેગેજની ટેગ પ્રિન્ટ થઈને બહાર આવશે. મુસાફરોએ એરપોર્ટમાં પ્રવેશ કરતા પહેલાં બેગેજ ટેગ તમારા બેગેજમાં લાગવવાનો હશે. આ પછી મુસાફર પોતાની બેગને સેલ્ફ ડ્રોપ એરિયામાં છોડીને સુરક્ષાની તપાસ તેમ બોર્ડિંગ માટે પ્રસ્થાન કરી શકશે.
MIALના વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે મુંબઈ એરપોર્ટના ટર્મિનલને સેલ્ફ સર્વિસ ચેક-ઇન ફેસિલિટીથી સજ્જ કરવામાં આ્વ્યું છે. આમાં ચેક ઇન કિયોસ્ક, બોર્ડિંગ પાસ જનરેટ કરવા માટે CUSS સિસ્ટમ, બેગેજ ટેગ જનરેટ કરવા માટે CUSS સિસ્ટમ અને સેલ્ફ બેગેજ ડ્રોપ ફેસિલિટી શામેલ છે. આ તમામ સુવિધાઓ પછી મુંબઈ એરપોર્ટ ટર્મિનલ દેશનું એવું પહેલું ટર્મિનલ બની ગયું છે જ્યાં સંપૂર્ણ ઓટોમેટેડ ચેક-ઇન સિસ્ટમ ઉપલબ્ધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે