આકાશ અંબાણી શ્લોકા મહેતાની પ્રી એન્ગેજમેન્ટ પાર્ટીમાં પ્રિયંકા ચોપરાએ એવું કર્યું કે બધાને ખબર પડી ગઇ...

આકાશ અંબાણી શ્લોકા મહેતાની પ્રી એન્ગેજમેન્ટ પાર્ટીમાં બોલીવુડ આખું ઉમટ્યું હતું. જોકે આ પાર્ટીમાં બોલીવુડ હોલીવુડના સંગમ સમા પ્રિયંકા ચોપરા અને નિક જોનસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 

આકાશ અંબાણી શ્લોકા મહેતાની પ્રી એન્ગેજમેન્ટ પાર્ટીમાં પ્રિયંકા ચોપરાએ એવું કર્યું કે બધાને ખબર પડી ગઇ...

મુંબઇ : ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી શ્લોકા મહેતાના ટૂંક સમયમાં લગ્નગ્રંથીથી જોડાવા જઇ રહ્યા છે. આગામી 30મી જૂને બંનેની સગાઇ યોજાવાની છે ત્યારે ગુરૂવારે પ્રી એન્ગેજમેન્ટ સેરેમનીમાં બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન, પત્ની ગૌરી ખાન, આલિયા ભટ્ટ, કરણ જોહર, રણબીર કપૂર સહિત અનેક હસ્તીઓની હાજરી રહી હતી. જોકે આ પાર્ટીમાં બોલીવુડ અને હોલીવુડના સંગમ સમા પ્રિયંકા ચોપરા અને નિક જોનસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 

બોલીવુડ દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનસે જે રીતે આ પાર્ટીમાં સિરકત કરી એ જોતાં બધાને ખબર પડી ગઇ કે બંને વચ્ચે નક્કી કંઇક રંધાઇ રહ્યું છે. અંબાણીની આ પાર્ટીમાં પ્રિયંકા ચોપરા, નિક જોનસની સાથે હાથમાં હાથ નાંખીને પહોંચી. બંને સ્ટારને જોઇને એવું લાગી રહ્યું હતું કે, જાણે કોઇ કપલ હોય. પાર્ટીમાં પ્રિયંકા ચોપરા પોતાની આગામી ફિલ્મ દેશી ગર્લની જેવી જ દેખાઇ રહી હતી. પ્રિયંકાએ લાલ રંગની સાડી પહેરી હતી જેમાં તે ઘણી ખૂબસૂરત લાગતી હતી. 

જ્યારે હોલીવુડ સ્ટાર નિક જોનસ બ્લૂ રંગના કોટ પેન્ટમાં નજર આવ્યો હતો. આટલું જ નહીં મીડિયા સામે પહેલીવાર નિક જોનાસ સાથે પ્રિયંકા ચોપરાએ પોઝ પણ આપ્યો હતો. પ્રિયંકાના પોઝને જોઇને કહી શકાય એમ છે કે હવે તે આ સંબંધને દુનિયા સામે સ્વીકારવા તૈયાર છે. આ અગાઉ બંનેના ડિનર ડેટના ફોટો પણ સામે આવ્યા હતા. જોકે બંનેએ આ સંબંધને લઇને કોઇ ફોડ પાડ્યો ન હતો. જોકે આ પાર્ટીમાં પ્રિયંકાએ જે કર્યું એ જોતાં હવે બંને વચ્ચેના સંબંધનોને જાણી મંજૂરીની મહોર મારી હોય એવું લાગી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news