મોદીએ ગુજરાતના સીએમ રહીને જે સપનું જોયું હતું એ પૂર્ણ થશે, બોમ્બે હાઈકોર્ટે આપ્યો આ ચૂકાદો

Court News: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણ વિરુદ્ધ ગોદરેજ એન્ડ બોયસે અરજી દાખલ કરી હતી, જેને બોમ્બે હાઈકોર્ટ દ્વારા નકારી દેવામાં આવી છે.

મોદીએ ગુજરાતના સીએમ રહીને જે સપનું જોયું હતું એ પૂર્ણ થશે, બોમ્બે હાઈકોર્ટે આપ્યો આ ચૂકાદો

મુંબઈઃ Mumbai-Ahmedabad Bullet Train: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પર કામ ચાલી રહ્યું છે. આ વચ્ચે જમીન અધિગ્રહણને લઈને ચાલી રહેલા વિવાદમાં પણ હવે સરકારને મોટી સફળતા મળી રહી છે. બોમ્બે હાઈકોર્ટે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના માટે મહારાષ્ટ્ર સરકાર અને એનએચએસઆરસીએલ તરફથી મુંબઈના વિખરોલી ક્ષેત્રમાં શરૂ થયેલા ભૂમિ અધિગ્રહણ વિરુદ્ધ ગોદરેજ એન્ડ બોયસની અરજી ગુરૂવાર (9 ફેબ્રુઆરી) એ નકારી દીધી છે. કોર્ટે કહ્યું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન આ દેશનું, રાષ્ટ્રીય મહત્વનું અને જનહિતમાં એક ડ્રીમ પ્રોજેક્ટ છે. 

જસ્ટિસ આરડી ધાનુકા અને ન્યૂયમૂર્તિ એમએમ સથાયેની ખંડપીઠે કહ્યુ કે, પરિયોજના પોતાનામાં અનોખી છે અને જાહેર હિતને અંગત હિત પર પ્રાથમિકતા મળશે. બોમ્બે હાઈકોર્ટના આ ચુકાદા બાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ વધુ ઝડપી બની શકે છે. ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન શરૂ કરવી તે પીએમ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. બોબ્બે હાઈકોર્ટના આ સમાચાર ગુજરાત માટે પણ મહત્વના છે. 

પરિયોજનામાં ક્યાં ફસાયો છે પેચ?
મુંબઈથી અમદાવાદ વચ્ચે કુલ 508.17 કિલોમીટરના રેલ પાટામાંથી 21 કિલોમીટર જમીનની અંદર રહેશે. ભૂમિગત સુરંગનું એક પ્રવેશ બિંદુ વિખરોલીમાં ગોદરેજની જમીન પર પડે છે. રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય ઉચ્ચ ગતિ રેલ નિગમ લિમિટેડ (NHSRCL)એ દાવો કર્યો કે કંપનીને કારણે આ પરિયોજનામાં વિલંબ થઈ રહ્યો છે, જ્યારે પ્રોજેક્ટ જનતા માટે મહત્વપૂર્ણ છે. 

સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે ગોદરેજ એન્ડ બોયસ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડના વિખરોલી ક્ષેત્ર સ્થિત વિસ્તારને છોડી પરિયોજનાના માર્ગ માટે અધિગ્રહણ પ્રક્રિયા પૂરી થઈ ચુકી છે. 

પાછવા ઓક્ટોબરમાં 264 કરોડનું વળતર આપી ચુકી છે રાજ્ય સરકાર
રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું હતું કે તે પાછલા વર્ષે ઓક્ટોબરમાં કંપનીને 264 કરોડ રૂપિયાનું વળતર આપી ચુકી છે. ગોદરેજ એન્ડ બોયસે તેને વળતર આપવાના મહારાષ્ટ્ર સરકારના 15 સપ્ટેમ્બર, 2022ના જારી આદેશને પડકારતી અરજી દાખલ કરી હતી. 

કોર્ટે ગોદરેજની દલીલ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો કે શરૂઆતમાં વળતર રૂ. 572 કરોડ નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ જ્યારે અંતિમ રકમ જાહેર કરવામાં આવી ત્યારે તે ઘટાડીને રૂ. 264 કરોડ કરવામાં આવી હતી.  બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અધિગ્રહણ કેસને લઈને કંપની અને સરકાર 2019 થી કાનૂની વિવાદમાં ફસાયેલી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news