મુકેશ અંબાણીએ રિલાયન્સ કર્મચારી મનોજ મોદીને ગિફ્ટમાં આપ્યું 1500 કરોડનું ઘર

મુકેશ અંબાણીએ દાનવીરતા દેખાડી છે, જેને સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે. તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારી અને પોતાના વિશ્વાસુ મનોજ મોદીને 1500 કરોડ રૂપિયાનું આલીશાન ઘર ભેટમાં આપ્યું છે. 

મુકેશ અંબાણીએ રિલાયન્સ કર્મચારી મનોજ મોદીને ગિફ્ટમાં આપ્યું 1500 કરોડનું ઘર

મુંબઈઃ દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીએ મોટું દિલ દેખાડ્યું છે. તેમણે લાંબા સમયથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારી અને પોતાના નજીકના લોકોમાં સામેલ મનોજ મોદીને આલીશાન ઘર ગિફ્ટ કર્યું છે. આ ઘર કેટલું ભવ્ય હશે, તે વાતનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે તેની કિંમત 1500 કરોડ રૂપિયા છે. મનોજ મોદી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સૌથી વિશ્વાસપાત્ર કર્મચારીઓમાંથી એક છે અને તેમને મુકેશ અંબાણીના રાઇટ હેન્ડ તરીકે માનવામાં આવે છે. પ્રોપર્ટી વેબસાઇટ મેઝિક બ્રિક્સના રિપોર્ટ પ્રમાણે મનોજ મોદીને જે ઘર ગિફ્ટ કરવામાં આવ્યું છે, તે 22 ફ્લોરનું છે. એટલું જ નહીં મુંબઈના પ્રાઇમ લોકેશન નેપીન સી રોડ પર સ્થિત છે. 

રિપોર્ટ પ્રમાણે થોડા સમય પહેલા મુકેશ અંબાણીએ મનોજ મોદીને આ ઇમારત ગિફ્ટ આપી છે.  દાયકાઓથી રિલાયન્સ સાથે જોડાયેલા મનોજ મોદી રિલાયન્સ જિયો અને રિટેલના ડાયરેક્ટર છે. મુકેશ અંબાણીથી ગિફ્ટ કરવામાં આવેલી ભવ્ય ઇમારતને વૃંદાવન નામ આપવામાં આવ્યું છે. આ ઇમારત જે રોડ પર છે, તે ઝિંદલ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર સજ્જન ઝિંદલ પણ રહે છે. તેમના આવાસનું નામ માહેશ્વરી હાઉસ છે. આ પ્રોપર્ટી જે નેપીન સી રોડ પર સ્થિત છે, ત્યાં 70600 રૂપિયા પ્રતિ વર્ગ ફુટ સુધીનો ભાવ છે. મનોજ મોદીના આ ઘરની કિંમત 1500 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. 

8000 વર્ગ ફુટનો દરેક ફ્લોર, કુલ 1.17 લાખ ફુટ એરિયા
તેનો દરેક ફ્લોર 8,000 વર્ગ ફુટનો છે. આ ઇમારતના કુલ એરિયાની વાત કરીએ તો તે 1.7 લાખ વર્ગ ફુટ છે. આ ઇમારના પહેલાં સાત માળને કાર પાર્કિંગ માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. આ વચ્ચે મનોજ મોદીએ મુંબઈમાં પોતાના બે એપાર્ટમેન્ટ વેંચ્યા છે, જેના દસ્તાવેજો પ્રમાણે તેની કિંમત 41.5 કરોડ રૂપિયા હતી. આ બંને મહાલક્ષ્મીમાં હતા. તેમાંથી એક ફ્લેટ 28માં માળ અને બીજો 29માં ફ્લોર પર હતો. મુકેશ અંબાણી તરફથી મનોજ મોદીને આપવામાં આવેલી આ શાનદાર ગિફ્ટની ચર્ચા સોશિયલ મીડિયા પર ખુબ થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news