આજથી લાગુ: મોટર વ્હીકલ એક્ટ 2019, જો નિયમો તોડ્યા તો ખેર નથી
વાહન વ્યવહાર સુરક્ષા માટે નવો મોટર વ્હીકલ એક્ટ આજે રાત્રે 12 વાગ્યે એટલે કે 1 સપ્ટેમ્બરથી લાગુ થવા જઇ રહ્યું છે
Trending Photos
નવી દિલ્હી : વાહન વ્યવહાર સુરક્ષા માટે મોટર વ્હીકલ સંશોધન એક્ટ 2019 આજે રાત્રે 12 વાગ્યેથી એટલે કે 1 સપ્ટેમ્બરથી લાગુ થવા જઇ રહ્યું છે. જો કે રાજસ્થાન અને બંગાળમાં આ કાયદો હજી લાગુ નહી થાય. રાજસ્થાનનાં પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિવાયસનું કહેવું છે કે નવા એક્ટ પ્રવાધાન વ્યાવહારિક નથી, તે અંગે સરકાર સમીક્ષા કર્યા બાદ જ નિર્ણય લેશે. તમારે વાહન વ્યવહારનાં નિયમ તોડવા અંગે ભારે નુકસાન ભરવું પડશે.
આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં ભારત સાથે ઇંટરપોલ, ગૃહમંત્રીની મહત્વની બેઠક
એક સપ્ટેમ્બરથી મોટર વાહન (સંશોધન) અધિનિયમનાં 63 ઉપબંધ લાગુ થઇ જશે. હવે દારૂ પીકર ગાડી ચલાવવા, ઓવર સ્પીડ, ઓવર લોડિંગ વગેરેમાં દંડ ભરવો પડશે. ક્યાંયથી પણ ડ્રાઇવિંગ લાયસન્સની અરજી કરી શકશો. બીજી તરફ સડક નિર્માણમાં ગોટાળાનાં કારણે એક્સિડેન્ટ હોવા અંગે કંપનીના કોન્ટ્રાક્ટર પર એક લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવશે.
આસામમાં NRCની અંતિમ યાદી જાહેર, જાણો શું છે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન?
મોટા ભાગનાં કિસ્સાઓમાં દંડની વધારી દેવામાં આવી છે. કેટલીક પેનલ્ટી ખુબ જ વધારે છે જેથી વાહન વ્યવહાર સુરક્ષા મુદ્દે જનતા જાગૃત રહે. જેમ કે સીટ બેલ્ટ નહી લગાવવા અંગે દંડ 1000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. પહેલા તે 100 રૂપિયા હતું. રેડ લાઇટ જમ્પ કરવા માટે પહેલા દંડ 1000 રૂપિયા હતું. હવે તે 5000 રૂપિયા હશે. દારૂ પીને ગાડી ચલાવવા પર દંડ 1000થી વધારીને 10 હજાર કરી દેવામાં આવી છે.
આતંકવાદ સામે લડવાનું NRC કારગત હથિયાર, દિલ્હીમાં પણ લાગુ કરો: મનોજ તિવારી
હેલમેટ નહી પહેરવા અંગે દંડ 100 રૂપિયાથી 500 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. બીજી વાર હેલ્મેટ નહી પહેરતા પકડાયેલા દંડ 1500 થઇ જશે કારણ કે હેલમેટ ખુબ જરૂરી હશે. કિશોરો મુદ્દે મોટર વેહિકલ એક્ટ 199 એ એક નવું સેક્શન બન્યું છે. તેમણે જો વાહન વ્યવહાર તોડનાર કિશોર હશે તો તેને ઉલ્લંઘન કરનાર કાર માલિક અથવા તેનાં વાલી પર 25 હજારનો દંડ ફટકારવામાં આવશે.
સેનાધ્યક્ષ બિપિન રાવતની LoC મુલાકાત, જવાનોને કહ્યું ગમે તે સ્થિતી માટે તૈયાર રહો
ખતરનાક રીતે ગાડી ચલાવનાર પર હવે 1000 રૂપિયાનો દંડ ફટકારવાનું પણ પ્રાવધાન છે. નવા કાયદા અનુસાર હવે 5000 રૂપિયાનો દંડ ફટકારવો પડશે. વગર ડ્રાઇવિંગ લાયસન્સે ડ્રાઇવિંગ કરનારને હાલ 500 રૂપિયાનું પ્રાવધાન છે પરંતુ તેને 10 ગણુ વધારીને 5000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. ફોન પર વાત કરતા ડ્રાઇવિંગ કરનારને હાલ 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેને વધારીને 5000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે