ઈન્ડોનેશિયાનો પ્રખ્યાત કોમોડો આઈલેન્ડ જાન્યુઆરી, 2020થી પ્રવાસીઓ માટે થઈ જશે બંધ
કોમોડો ગરોળી અત્યંત ઝેરી હોય છે. જો તે કોઈ માનવીને કરડે તો કેટલાક કલાકમાં જ તેનું મૃત્યુ થઈ શકે છે. આ વિશાળકાળ ગરોળીઓ અત્યારે ધરતી પરથી વિલુપ્ત થવાની તૈયારીમાં છે. આ કારણે ઈન્ડોનેશિયાની સરકારે આ ટાપુ પર વસેલા ગામડાઓને પણ અહીંથી ખસેડીને બીજી જગ્યાએ વસાવવાની તૈયારી કરી છે.
Trending Photos
જકાર્તાઃ વિશ્વની સૌથી મોટી ગરોળી કે જેને 'કોમોડો ડ્રેગોન' તરીકે ઓળખવામાં આવે છે તેને જોવા માટેનું એકમાત્ર સ્થળ ઈન્ડોનેશિયાનું કોમોડો આઈલેન્ડ જાન્યુઆરી, 2020થી પ્રવાસીઓ માટે બંધ થઈ જશે. ઈન્ડેનેશિયાની સરકારે આ નિર્ણય કોમોડો ટાપુ પર જોવા મળતી ગરોળીની આ પ્રજાતીને સુરક્ષિત રાખવાના હેતુ સાથે લીધો છે.
કોમોડો ગરોળી અત્યંત ઝેરી હોય છે. જો તે કોઈ માનવીને કરડે તો કેટલાક કલાકમાં જ તેનું મૃત્યુ થઈ શકે છે. આ વિશાળકાળ ગરોળીઓ અત્યારે ધરતી પરથી વિલુપ્ત થવાની તૈયારીમાં છે. આ કારણે ઈન્ડોનેશિયાની સરકારે આ ટાપુ પર વસેલા ગામડાઓને પણ અહીંથી ખસેડીને બીજી જગ્યાએ વસાવવાની તૈયારી કરી છે.
કોમોડો આઈલેન્ડ ઈન્ડોનેશિયાના 12 સૌથી મોટા સમુદ્રી પ્રવાસન કેન્દ્રોમાંનું એક છે.અહીં કોમોડો નેશનલ પાર્ક આવેલો છે. જેમાં ત્રણ મોટા ટાપુ કોમોડો, પડાર અને રિન્કા છે, આ ઉપરાંત 26 અન્ય નાના-નાના ટાપુઓ આવેલા છે.
1977માં કોમોડો નેશનલ પાર્કને યુનેસ્કો દ્વારા બાયોસ્ફિયર રિઝર્વ તરીકે જાહેર કર્યું હતું અને 1991માં તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાઈ હતી.
ગયા વર્ષે કોમોડો આઈલેન્ડની મુલાકાતે 1,76,830 પ્રવાસીઓ આવ્યા હતા અને તેને 2.3 મિલિયન ડોલરની આવક થઈ હતી.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોમોટો ટાપુ પર 1700 જેટલી વિશાળકાય ગરોળીઓ આવેલી હતી, પરંતુ શિકાર અને વધુ પડતા પ્રવાસનના કારણે તેમની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. તેમની જીવનશૈલીમાં માનવ હસ્તક્ષેપના કારણે આ પ્રજાતિ હવે વિલુપ્ત થવા તરફ આગળ વધી રહી છે. આ કારણે ઈન્ડોનેશિયા સરકારે અત્યારે તો એક વર્ષ માટે આ ટાપુને સંપૂર્ણ પણે પ્રવાસીઓ માટે બંધ કરીને આ ગરોળીઓના સંવર્ધન પર ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ણય લીધો છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે