Monsoon 2023 Update: સંભવિત વાવાઝોડાના ખતરા વચ્ચે રાહતના સમાચાર, મોનસૂનને વધુ પ્રભાવિત નહીં કરે 'બિપરજોય'

Monsoon 2023: મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં 15-20 જૂન, બિહાર, ઝારખંડ, છત્તીસગઢમાં મોનસૂન 15 જૂન સુધી પહોંચી શકે છે. ખાસ વાત છે કે મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તાર, રાજસ્થાન, તેલંગણા, આંધ્ર પ્રદેશમાં ચોમાસાના આગમનમાં વિલંબ થયો છે. 
 

Monsoon 2023 Update: સંભવિત વાવાઝોડાના ખતરા વચ્ચે રાહતના સમાચાર, મોનસૂનને વધુ પ્રભાવિત નહીં કરે 'બિપરજોય'

નવી દિલ્હીઃ ચોમાસાના આગમન વચ્ચે ગુજરાત સહિત દેશના ઘણા ભાગમાં ચક્રવાતી તોફાન બિપરજોય કહેર મચાવવાની તૈયારી કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે પહેલાં જ તબાહીની આશંકા વ્યક્ત કરી છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે બિપરજોય 15 જુને ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે લેન્ડફોલ કરી શકે છે. હવે ખાસ વાત છે કે આ હવામાન ગતિવિધિઓ વચ્ચે ચોમાસાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે. પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે હવે બિપરજોય મોનસૂનને વધુ પ્રભાવિત કરશે નહીં.

પહેલા રાહતની વાત
હવામાન વિભાગે મંગળવારે કહ્યું કે ચક્રવાત બિપરજોય મોનસૂનના પ્રવાહથી સંપૂર્ણ રીતે અલહ થઈ ચુક્યું છે અને તે વરસાદ લાવનારી સિસ્ટમ કે તેના પ્રદર્શન પર કોઈ ખરાબ અસર કરશે નહીં. IMD પ્રમુખ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યુ- હવે મોનસૂન પ્રવાહથી અલગ થઈ ચુક્યું છે. અમને મોનસૂનના આગળ વધવા કે તેના પ્રદર્શન પર વાવાઝોડા દ્વારા મોટા પાયે અસર પડવાની આશા નથી. 

કઈ રીતે ચોમાસાને અસર કરી રહ્યું હતું બિપરજોય
હવામાન નિષ્ણાતો કહે છે કે ચક્રવાત સિસ્ટમ તમામ ભેજ ખેંચી રહી છે અને તેથી અરબી સમુદ્રમાંથી કેરળ, કર્ણાટક અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ પહોંચી રહ્યો નથી. IMDના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ બી.પી. યાદવ કહે છે, “સામાન્ય રીતે કેરળમાં ચોમાસું સંપૂર્ણ બળ સાથે આવે છે. હવે જ્યાં ચોમાસું પહોંચી ગયું છે, ત્યાં પણ ચોમાસાની પેટર્ન ગાયબ છે. ચોમાસાના આગમન પર, વાદળોની સંખ્યા, પવનની દિશા પણ બદલાય છે, જે મોટા વિસ્તાર પર જોઈ શકાતી નથી. કેરળમાં ચોમાસું લગભગ એક સપ્તાહ મોડું પહોંચ્યું છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 14, 2023

ચાર સપ્તાહમાં નબળા મોનસૂનની સંભાવના
તો વેધર એજન્સી સ્કાઈમેટે પણ ચાર સપ્તાહમાં ભારતમાં ચોમાસું નબળું પડવાની વાત કહી છે. એજન્સી અનુસાર- એક્સટેન્ડેડ રેન્જ પ્રિડિક્શન સિસ્ટમ આગામી ચાર સપ્તાહ માટે, છ જુલાઈ સુધી એક નિરાશાજનક દ્રષ્ટિકોણ રજૂ કરી રહ્યું છે. એજન્સીનું કહેવું છે કે અરબ સાગરમાં તોફાન બિપરજોયે પહેલાં કેરલમાં મોનસૂનની શરૂઆતમાં વિલંબ કર્યો અને હવે વરસાદની સિસ્ટમની પ્રગતિને રોકી રહ્યું છે. 

એકબીજા પર નિર્ભર હોય છે વાવાઝોડું અને મોનસૂન
એક મીડિયા રિપોર્ટ અનુસાર IITM માં વૈજ્ઞાનિક રોક્સી મેથ્યૂ કોલનું કહેવું છે કે ચક્રવાત અને મોનસૂન એક બીજા પર નિર્ભર હોય છે. કહેવામાં આવે છે કે એક મજબૂત મોનસૂન ચક્રવાતને તૈયાર થવા દેતું નથી. હવે મોનસૂનની નબળી એન્ટ્રીને કારણે વાવાઝોડું તૈયાર થયું છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે મોનસૂનના નબળા શરૂઆતનું શું કારણ છે. 

કોલનું અનુમાન છે કે તેનું કારણ અલ નીનો પણ હોઈ શકે છે. ભારતમાં સામાન્ય રીતે અલ નીનોના  વર્ષોમાં નબળા ચોમાસાનો એક ટ્રેન્ડ રહ્યો છે. 

અરબ સાગરમાં વધતા તોફાનોથી ચિંતા
વૈજ્ઞાનિક અરબ સાગરમાં ચક્રવાતી તોફાનોની વધતી સંખ્યાને લઈને ચિંતિત છે. હકીકતમાં તેની સીધી અસર ભારતમાં મોનસૂન પર થાય છે. માનવામાં આવે છે કે ક્લાઈમેટ ચેન્જને કારણે અરબ સાગરમાં ચક્રવાતોની અવધિમાં વધારો થયો છે. આંકડા જણાવે છે કે અરબ સાગરમાં તોફાનો 52 ટકા વધી ગયા છે. જ્યારે અતિ ગંભીર તોફાનોમાં 150 ટકાનો વધારો થયો છે. 

શું છે મોનસૂનની લેટેસ્ટ સ્થિતિ
હવામાન વિભાગ અનુસાર મોનસૂન કેરલ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગ, ગોવા, લક્ષદ્વીપ, તમિલનાડુ અને પૂર્વોત્તરના રાજ્યોમાં પહોચી ગયું છે. સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં 15-20 જૂન, બિહાર, ઝારખંડ, છત્તીસગઢમાં 15 જૂન સુધી પહોંચી શકે છે. ખાસ વાત છે કે મહારાષ્ટ્રના કેટલાક ભાગ, રાજસ્થાન, તેલંગણા, આંધ્ર પ્રદેશમાં વિલંબ ચાલી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news