monsoon session: સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર, 31 બિલ પર થશે ચર્ચા, લોકસભા અધ્યક્ષે યોજી સર્વદળીય બેઠક
લોકસભા અધ્યક્ષે કહ્યુ કે, સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં કુલ 19 બેઠક થશે. સંસદની કાર્યવાહી દરમિયાન કોરોના નિયમોનું પાલન થશે.
Trending Photos
નવી દિલ્હીઃ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા વિવિધ પાર્ટીઓના નેતાઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ લોકસભા અધ્યક્ષે કહ્યુ કે, સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં કુલ 19 બેઠક થશે. સંસદની કાર્યવાહી દરમિયાન કોરોના નિયમોનું પાલન થશે. મારી બધી પાર્ટીઓ સાથે ચર્ચા થઈ છે. સંસદમાં દરેક મુદ્દા પર સાર્થક અને સકારાત્મક ચર્ચા થવી જોઈએ. આ સત્રમાં નાની પાર્ટીઓને પણ પૂરતો સમય આપવામાં આવશે.
આ પહેલા સંસદ પરિસરમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકમાં પીએમ મોદીએ સંસદના કામકાજના સુચારૂ સંચાલન અને યોગ્ય કાયદાને પાસ કરાવવા માટે બધા વિપક્ષી દળોનો સહયોગ માંગ્યો છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ જણાવ્યુ કે આ સત્ર દરમિયાન સરકાર તરફથી કુલ 31 બિલ પર ચર્ચા કરાવવાની સંભાવના છે. સરકારે 29 બિલ લાવવાનો પ્રસ્તાવ કર્યો છે. તેમાં છ અધ્યાદેશ છે જે બજેટ સત્ર બાદ પાસ કરવામાં આવ્યા હતા, જ્યારે નાણા સંબંધિત બે બિલ છે.
Monsoon session to run from July 19 to Aug 13 in line with COVID protocols. Small parties will be given enough time. With the cooperation of leaders from all parties, there was 122% productivity last time. Issues raised in the house will be discussed: Lok Sabha Speaker Om Birla pic.twitter.com/DMga8v2262
— ANI (@ANI) July 18, 2021
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે સર્વદળીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ કે સરકાર સંસદમાં વિવિધ મુદ્દા પર સ્વસ્થ અને સાર્થક ચર્ચા માટે તૈયાર છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે બધા મુદ્દા પર લોકતાંત્રિક રીતે ચર્ચા થવી જોઈએ અને બધા પક્ષોએ ગૃહ ચલાવવામાં સહયોગ કરવો જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, વિપક્ષના સૂચન મૂલ્યવાન છે કારણ કે તે ચર્ચાને સમૃદ્ધ બનાવે છે. આ બેઠકમાં રાજ્યસભામાં નેતા વિપક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં નેતા વિપક્ષ અધીર રંજન ચૌધરી હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનડીએના નેતાઓ સાથે પણ બેઠક યોજી હતી. બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. એનડીએના નેતાઓમાં અપનાદળ તરફથી અનુપ્રિયા પટેલ, જેડીયૂ તરફથી રામ નાથ ઠાકુર, અન્નાદ્રમુક તરફથી એ નવનીતકૃષ્ણન, આરપીઆઈ તરફથી રામદાસ અઠાવલે, લોજપા તરફથી પશુપતિ પારસ હાજર રહ્યા હતા. એનડીએ નેતાઓની બેઠક ગૃહની રણનીતિને અંતિમ રૂપ આપવા માટે બોલાવવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે