શરીરમાં આ લક્ષણો દેખાય તો ચેતી જજો, આખી દુનિયા માટે ઈમરજન્સી બન્યો આ ઘાતક વાયરસ, વિશ્વભરમાં આ રોગે હાહાકાર મચાવ્યો
Monkeypox outbreak started : વિશ્વભરમાં મંકીપોક્સ વાયરસનો ખતરો ફેલાયો, જેથી WHO એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી, તેથી આ વાયરસના લક્ષણો જાણીને તમે તકેદારી રાખી શકો છો
Trending Photos
Monkeypox Cases: મંકીપોક્સની દહેશતથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે WHO પણ ગભરાઈ ગયું છે... આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ... કેમ કે છેલ્લાં 2 વર્ષમાં બીજી વખત મંકીપોક્સને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી... ત્યારે મંકીપોક્સના કયા લક્ષણો છે? આ બીમારીથી બચવાના શું ઉપાય છે?.. જોઈશું આ રિપોર્ટમાં...
- દુનિયામાં વધુ એક મહામારી ફેલાવાની દહેશત
- WHOએ સતત બીજા વર્ષે જાહેર કરી હેલ્થ ઈમરજન્સી
- 13 દેશોમાં 17,000થી વધુ નોંધાયા કેસ
- 517 લોકો ગુમાવી ચૂક્યા છે પોતાનો જીવ
વાત Mpox એટલે કે મંકીપોક્સની થઈ રહી છે. બે વર્ષમાં બીજીવખત છે જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેને હેલ્થ ઈમરજન્સી જાહેર કરવાની ફરજ પડી છે... આફ્રિકન દેશ કોંગોંમાં આ રોગનો પ્રકોપ ફેલાયો છે... જેના કારણે અનેક પાડોશી દેશો પણ તેની ઝપેટમાં આવી ગયા છે...
આ વાયરસ વિશે માહિતી આપતા ડો.વસંત પટેલે જણાવ્યું કે, મંકીપોક્સ શીતળા જેવો વાયરલ રોગ છે... આ વાયરસના ચેપમાં સામાન્ય રીતે આડઅસર થતી નથી... પરંતુ અનેક કિસ્સાઓમાં તે જીવલેણ બની શકે છે... ત્યારે આ બીમારીના પ્રારંભિક લક્ષણો કયા છે જેને જાણીને તમે ડોક્ટરની મદદ લઈ શકો...
- તાવ આવવો...
- શરીર પર ઉઝરડાના નિશાન....
- ચામડી પર લાલ ચકામા થઈ જવા...
- લિંફ નોડ્સમાં સોજો આવી જવો....
- ઠંડી લાગવી....
- માથામાં દુ:ખાવો થવો....
- સ્નાયુઓમાં દુખાવો થવો....
- સતત થાકનો અનુભવ થવો...
- જો આમાંથી કોઈપણ લક્ષણ જણાય તો તમે ડોક્ટરનો સંપર્ક કરીને તેમાંથી બચી શકો છો...
કોંગોમાં પ્રકોપની શરૂઆત ક્લેડ-Iના નામે ઓળખાતા રોગના ફેલાવાથી થઈ... પરંતુ એક નવો સ્ટ્રેન ક્લેડ-IB સામે આવ્યો છે... જે સામાન્ય સંપર્કથી ફેલાય છે. જે હાલમાં કોંગોની સાથે સાથે પાડોશી દેશો બુરુન્ડી, કેન્યા, રવાન્ડા અને યુગાન્ડામાં ફેલાયો છે.... આફ્રિકા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર આ વર્ષે આફ્રિકામાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કેસમાં 160 ટકાનો વધારો થયો છે... કુલ મળીને 13 દેશમાં મંકીપોક્સના કેસ નોંધાઈ ચૂક્યા છે...
પાઘડીમાં એવુ તો શું છે! PM મોદીની 11 વર્ષમાં 11 પાઘડીનું સિક્રેટ આ રહ્યું
મંકીપોક્સ નામની બીમારીથી બચવા માટે કોઈ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી... પરંતુ કેટલીક રસીઓ છે જે તેનાથી તમને બચાવી શકે છે... તેના પર નજર કરીએ તો...
- સિડોફોવિર...
- એસટી-246...
- વેક્સિનિયા ઈમ્યુનોગ્લોબુલિન...
- ઈમ્વામ્યૂન કે ઈમ્વેનેક્સ...
- શીતળાની રસી ACAM2000નો સમાવેશ થાય છે....
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મંકીપોક્સને ફરી એકવાર ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે.. જોકે આ કોઈ પહેલી બીમારી નથી... કઈ-કઈ બીમારીને હેલ્થ ઈમરજન્સી જાહેર કરાઈ છે તેના પર નજર કરવામાં આવે તો...
- વર્ષ 2009 સ્વાઈન ફ્લૂ બીમારી...
- વર્ષ 2014 પોલિયોની બીમારી...
- વર્ષ 2014 ઈબોલાની બીમારી...
- વર્ષ 2016 ઝીકા વાયરસ
- વર્ષ 2016 ઈબોલા
- વર્ષ 2020 કોરોના મહામારીનો સમાવેશ થાય છે...
કોરોના મહામારી બાદ દુનિયા પર વધુ એક મહામારીનો ખતરો તોળાઈ રહ્યો છે... ત્યારે દુનિયાના દેશોએ આ અંગે ગંભીરતાથી વિચારવું પડશે... નહીં તો કોરોના જેવો કોહરામ મચાવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે