Nawab Malik વિરૂદ્ધ ED ની મોટી કાર્યવાહી, મુંબઇમાં 5 ફ્લેટ જપ્ત

મની લોન્ડ્રીંગ કેસમાં ઇડીએ રાકાંપા નેતા નવાબ મલિક પર મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ મલિકની પાંચ સંપત્તિઓ જપ્ત કરી છે. આ સંપત્તિઓ મુંબઇ તથા ઉસ્માનાબાદની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તપાસ એજન્સીએ મલિક વિરૂદ્ધ મની લોન્ડ્રીંગ કેસની પણ તપાસ શરૂ કરી દીધી છે. ફેબ્રુઆરીમાં ઇડીએ મલિક વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

Nawab Malik વિરૂદ્ધ ED ની મોટી કાર્યવાહી,  મુંબઇમાં 5 ફ્લેટ જપ્ત

નવી દિલ્હી: મની લોન્ડ્રીંગ કેસમાં ઇડીએ રાકાંપા નેતા નવાબ મલિક પર મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ મલિકની પાંચ સંપત્તિઓ જપ્ત કરી છે. આ સંપત્તિઓ મુંબઇ તથા ઉસ્માનાબાદની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તપાસ એજન્સીએ મલિક વિરૂદ્ધ મની લોન્ડ્રીંગ કેસની પણ તપાસ શરૂ કરી દીધી છે. ફેબ્રુઆરીમાં ઇડીએ મલિક વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. ઇડીનો આરોપ છે કે મલિકનું દાઉદ ગેંગ સાથે કનેક્શન છે. તપાસ એજન્સી પીએમએલએ હેઠળ રાકાંપા નેતા પર કાર્યવાહી કરી છે. મલિક હજુ પણ જેલમાં છે. 

ઇડીની કાર્યવાહી
ઇડીએ મલિકની મુંબઇમાં 4 અને ઉસ્માનાબાદની એક સંપત્તિ જપ્ત કરી છે. 
કુર્લા વેસ્ટ તથા બાંદ્રા વેસ્ટની સંપત્તિઓ પણ અટેચ કરવામાં આવી છે.
કુલાના ગોવાવાળા કંપાઉન્ડ પર પણ જપ્તીની કાર્યવાહી કરવામાં આવી છે. 
ઉસ્માનાબાદમાં કૃષિ ભૂમિ 

આ રીતે ચર્ચામાં આવ્યા નવાબ મલિક
તમને જણાવી દઇએ કે આર્યન ખાન પ્રકરણ બાદ નવાબ મલિક ચર્ચામાં આવ્યા હતા. તે દરરોજ પત્રકાર પરિષદ દ્રારા એનસીબીના મોટા અધિકારી સમીર વાનખેડે વિરૂદ્ધ મોરચો ખોલ્યો હતો. તમને જણાવી દઇએ કે નવાબ મલિકની જ્યારે ધરપકડ કરવામાં આવી તો તેમણે કહ્યું કે હું ઝુકનારાઓમાંથી નથી. જોકે કોર્ટમાંથી તેમને રાહત ન મળી. તાજેતરમાં જ્યારે શિવસેના નેતા સંજય રાઉતના સંબંધીઓ વિરૂદ્ધ જપ્તીની કાર્યવાહી થઇ તો એનસીપી ચીફ શરદ પવારે નિશાન સાધ્યું હતું. ત્યારબાદ AIMIM નેતા ઇમ્તિયાઝ જલીલને પૂછ્યું હતું કે શરદ પવારે શિવસેના સાંસદ સંજય રાઉત વિરૂદ્ધ કેન્દ્રીય એજન્સીઓ વિરૂદ્ધ કાર્યવાહીના મુદ્દાને તાત્કાલિક ઉઠાવ્યો જ્યારે પોતાની પાર્ટીના મંત્રી નવાબ મલિકની ધરપકડના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવા માટે તાત્કાલિક કેમ ન જણાવ્યું. 

અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ
આ પહેલાં બુધવારે સુપ્રીમ કોર્ટ મલિકની અરજી પર સુનાવણી માટે તૈયાર થયું. આ અરજીમાં તેમણે ધન શોધન મામલે તેમને જેલમાંથી તાત્કાલિક મુક્ત કરવાનો અનુરોધ કર્યો છે. પ્રધાન ન્યાયાધીશ એન વી રમણ, ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારી અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની પીઠે બુધવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાકાંપા)ના જેલમાં બંધ નેતા મલિક તરફથી રજૂ થયેલા વકીલ કપિલ સિબ્બલ સાથે દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું. મલિકે પોતાની અરજી પર તાત્કાલિક સુનાવણીનો અનુરોધ કર્યો છે. પીઠે કહ્યું કે 'કૃપયા કાગળ આપો.' 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news