મોહન ભાગવતનું નિવેદન- 75 વર્ષમાં આપણે યોગ્ય રસ્તે ચાલ્યા નહીં, આ કારણે વિકાસ અટકી ગયો

દિલ્હીમાં સંત ઈશ્વર સન્માન 2021 કાર્યક્રમને સંબોધિત કરતા RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે આ 75 વર્ષ (આઝાદી બાદ) માં જેટલું આગળ વધવું જોઈતું હતું એટલું આપણે (દેશ) આગળ વધ્યા નહીં.

મોહન ભાગવતનું નિવેદન- 75 વર્ષમાં આપણે યોગ્ય રસ્તે ચાલ્યા નહીં, આ કારણે વિકાસ અટકી ગયો

નવી દિલ્હી: દિલ્હીમાં સંત ઈશ્વર સન્માન 2021 કાર્યક્રમને સંબોધિત કરતા RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે આ 75 વર્ષ (આઝાદી બાદ) માં જેટલું આગળ વધવું જોઈતું હતું એટલું આપણે (દેશ) આગળ વધ્યા નહીં. દેશને આગળ લઈ જવાના રસ્તે ચાલીશું તો આપણે જરૂર આગળ વધીશું. આપણે તે રસ્તે ચાલ્યા નહીં એટલે આગળ વધ્યા નહીં. 

સમાજસેવીઓનું સન્માન
વિજ્ઞાન ભવનમાં સંત ઈશ્વર સન્માન સમારોહ વર્ષ 2021નું આયોજન કરાયું હતું. આ દરમિયાન સમાજની નિસ્વાર્થભાવથી સેવા કરનારા સંગઠનો અને વ્યક્તિઓને આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સન્માનિત કર્યા. આ કાર્યક્રમનું આયોજન સંત ઈશ્વર ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સેવા ભારતીના સહયોગથી કરાયું. 

— ANI_HindiNews (@AHindinews) November 21, 2021

ભારતમાં દુનિયા કરતા વધુ મહાપુરુષ
આરએસએસ ચીફે પોતાના સંબોધનમાં કહ્યું કે દુનિયાના બધા દેશ મળીને અત્યાર સુધીમાં જેટલા મહાપુરુષ થયા હશે તેટલા તો આપણા દેશમાં છેલ્લા 200 વર્ષમાં થઈ ગયા. તેમાંથી એક એક નું જીવન આપણી આંખો સામે જીવનની સર્વાંગી રાહ ઉજાગર કરે છે. પરંતુ જ્યારે રાહ ઉજાગર થાય છે ત્યારે તેના કાંટા-પથરા પણ દેખાય છે ત્યારબાદ આપણા જેવા લોકો હિંમત કરતા નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે હાલના દિવસોમાં આપણે જય શ્રીરામના નારા ખુબ જોશમાં લગાવીએ છીએ. તેમાં કશું ખોટું નથી પરંતુ આપણે ભગવાન રામના પદચિન્હો ઉપર પણ ચાલવું જોઈએ. 

— ANI (@ANI) November 21, 2021

સત્યની જ જીત થાય છે- ભાગવત
શુક્રવારે મોહન ભાગવતે કહ્યું હતું કે સત્યમેવ જતે નાનૃતમ. સત્યનો જ વિજય થાય છે. અસત્યનો નહીં. જૂઠ ગમે તેટલી કોશિશ કરે પરંતુ જૂઠ ક્યારેય જીતી શકતું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news