સુષમા સ્વરાજ સહિત અનેક પૂર્વ મંત્રીઓને આ વખતે ન મળી PM મોદીના મંત્રીમંડળમાં જગ્યા

નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં આજે તેમની સાથે 24 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા. જેમાં રાજનાથ સિંહ, અમિત શાહ ઉપરાંત પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકર પણ સામેલ છે. સરકારમાં પહેલીવાર સામેલ થનારાઓમાં જયશંકર ઉપરાંત પ્રહલાદ જોશી, અર્જૂન મુંડા અને રમેશ પોખરિયાલ નિશંક સામેલ છે. 
સુષમા સ્વરાજ સહિત અનેક પૂર્વ મંત્રીઓને આ વખતે ન મળી PM મોદીના મંત્રીમંડળમાં જગ્યા

નવી દિલ્હી: નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં આજે તેમની સાથે 24 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા. જેમાં રાજનાથ સિંહ, અમિત શાહ ઉપરાંત પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકર પણ સામેલ છે. સરકારમાં પહેલીવાર સામેલ થનારાઓમાં જયશંકર ઉપરાંત પ્રહલાદ જોશી, અર્જૂન મુંડા અને રમેશ પોખરિયાલ નિશંક સામેલ છે. 

જ્યારે અનેક એવા પૂર્વ મંત્રીઓને આ વખતે મંત્રીમંડળમાં જગ્યા મળી નથી જેમાં મેનકા ગાંધી, રાજ્યવર્ધન રાઠોડ, શિવપ્રતાપ શુક્લા, સત્યપાલ સિંહ, રાધામોહન સિંહ, ડો.મહેશ શર્મા, સુરેશ પ્રભુ, જે.પી.નડ્ડા, મહેશ શર્મા, અને જયંત સિન્હાને જગ્યા મળી નથી. અનુપ્રિયા પટેલ (અપના દળ)ને આ વખતે મોદી કેબિનેટમાં જગ્યા મળી નથી. જ્યારે જેડીયુ સરકારમાં સામેલ થઈ નથી. 

સુષમા સ્વરાજને ન મળી જગ્યા
સ્વરાજ મંત્રીમંડળમાં સામેલ નથી જેનું કારણ હજુ સ્પષ્ટ નથી. પરંતુ તેનું એક કારણ તેમનું ખરાબ સ્વાસ્થ્ય હોઈ શકે છે. સુષમા સ્વરાજ મોદી સરકારના અગાઉના મંત્રીમંડળમાં વિદેશ મંત્રી હતાં. પરંતુ આ વખતે તેમણે ચૂંટણી લડી નહતી. તેમણે કહ્યું હતું કે તેમનું સ્વાસ્થ્ય લોકસભા ચૂંટણી લડવાની અને પ્રચાર કરવાની મંજૂરી આપતું નથી. વિદેશ મંત્રી તરીકે પ્રવાસી ભારતીયોમાં તેઓ તેમના કામકાજની રીતને લઈને ખાસ્સા લોકપ્રિય રહ્યાં હતાં. આ ઉપરાંત એક ટ્વિટ પર અનેક લોકોની મદદ માટે પણ તેમને યાદ કરાસે. 2004થી 2014 સુધી તેઓ યુપીએ સરકારના કાર્યકાળમાં લોકસભામાં વિપક્ષના નેતા હતાં અને તેમનો કાર્યકાળ સફળ રહ્યો હતો. 

જુઓ LIVE TV

અગાઉ રેલવે જેવો મહત્વપૂર્ણ મંત્રાલય અને ત્યારબાદ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીનો પદભાર સંભાળી ચૂકેલા સુરેશ પ્રભુને પણ મંત્રીમંડળમાં સામેલ કરાયા નથી. મોદી સરકારના ગત કાર્યકાળમાં નડ્ડા સ્વાસ્થ્ય મંત્રી હતાં પરંતુ આ વખતે તેમનું નામ મંત્રીઓની સૂચિમાં સામેલ નથી. તેઓ અમિત શાહની જગ્યાએ ભાજપના અધ્યક્ષ બની શકે તેવી અટકળો છે. 

પૂર્વ ઓલિમ્પિયન અને ખેલ તથા સૂચના અને પ્રસારણ મંત્રાલયનો સફળતાપૂર્વક કાર્યભાર સંભાળી ચૂકેલા રાઠોડને પણ મંત્રીમંડળમાં સામેલ કરાયા નથી. અગાઉની સરકારમાં પર્યટન અને સંસ્કૃતિ મંત્રી રહી ચૂકેલા મહેશ શર્માને પણ મંત્રીમંડળમાં જગ્યા મળી નથી. જયંત સિન્હાએ અગાઉની સરકારમાં પહેલા કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અને ત્યારબાદ કેન્દ્રીય નાગર વિમાનન રાજ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. પરંતુ તેમને પણ જગ્યા મળી નથી. જયંત સિન્હા ભાજપના નેતા રહી ચૂકેલા યશવંત સિન્હાના પુત્ર છે. 

(ઈનપુટ-IANS)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news