PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની ડિનર દરમિયાન 'ગુપચુપ ટોક' ઉકેલાશે અનેક મુદ્દા ?

જાપાનના વડાપ્રધાને ઓસાકામાં શુક્રવારે જી20ના નેતાઓ માટે એક ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું

PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની ડિનર દરમિયાન 'ગુપચુપ ટોક' ઉકેલાશે અનેક મુદ્દા ?

ઓસાકા : વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જી20 ઉપરાંત મુલાકાત થઇ. બંન્ને તે વાત પર સંમત થયા કે તે બંન્ને મહત્વના મુદ્દાઓનો ઉકેલ લાવશે. વડાપ્રધાન મોદીએ પહેલા જ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ટ્રમ્પની સાથે મુલાકાતમાં ઇરાન, વ્યાપારના મુદ્દા જેવા મુદ્દાઓ ઉઠાવશે. બંન્ને તે વાત પર સંમત થયા કે દિલ્હી અને વોશિંગ્ટનની વચ્ચે સારા સંબંધો માટે જરૂરી છે કે બંન્ને દેશોનાં વ્યાપક વ્યાપારિક સંબંધો સારા રહ્યા. તેના માટે ઝડપથી બંન્ને દેશોનાં વાણિજ્ય મંત્રી મુલાકાત કરશે. તેના માટે ઝડપથી તારીખોની જાહેરાત કરવામાં આવશે. 

રેલમંત્રી પીયુષ ગોયલે કહ્યું કે, રેલવેના ખાનગીકરણની કોઇ જ યોજના નથી
બીજી તરફ જાપાનના વડાપ્રધાન ઓસાકામાં શુક્રવારે જી20 ના નેતાઓ માટે એખ ડિનર પાર્ટીનું આયોજન કર્યું. જેમાં વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળ્યું હતું. બંન્ને એક બીજાની પાસે બેઠેલા હતા. ડિનર દરમિયાન તેઓ ટ્મ્પ સાથે ખાસ દોસ્તની જેમ વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ધીરેથી કાનમાં કહ્યું તો વડાપ્રધાન મોદી જોરથી હસતા જોવા મળ્યા હતા. 

મમતાના નિર્ણય પર વિવાદ, મુસ્લિમ બહુમતીવાળી શાળામાં અલગ રસોડું !
આ અગાઉ વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે યોજાયેલી બેઠકમાં વડાપ્રધાનમોદીએ ઇરાન સંબંધિત તણાવ અંગે ભારતની ચિંતાઓથી ડોનાલ્ડ ટ્રમ્પને અવગત કરાવ્યા હતા. ક્ષેત્રમાં અસ્થિરતા ઉર્જા  ઉપરાંત અનેક કારણોથી ભારતને પ્રભાવિત કરે છે. વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે, વડાપ્રધાને અમેરિકી રાષ્ટ્રપતિને જણાવ્યું કે, ભારતે ઇરાન પાસેથી તેલની આયાત ઘટાડી છે. તેમ છતા ઇરાન ભારતની ઉર્જાનાં 11 ટકા પુરુ પાડે છે. 
રાહુલની હૈયા'વરાળ' બાદ કોંગ્રેસી નેતાઓનાં રાજીનામાનો 'વરસાદ'
તેમણે કહ્યું કે, ઇરાન પર, પ્રાથમિક ફોકસ હતું. આ ક્ષેત્રમાં અસ્થિરતા અનેક પ્રકારે પ્રભાવિત કરે છે ન માત્ર આપણી ઉર્જા જરૂરિયાતોની દ્રષ્ટી પરંતુ ખાડીમાં હાજર લગભઘ 80 લાખ ભારતીય પ્રવાસીઓ અને આર્થિક હિતોના સંદર્ભોને પ્રભાવિત કરે છે. આ ઉપરાંત ભારતે 5જી મુદ્દે પણ ચર્ચા કરી. ભારતની મુખ્ય તિંચા તે વાત મુદ્દે પણ છે કે તેઓ ચીનનાં હુઆવેઇનાં 5જીનો ઉપયોગ કરે કે કેમ. જો કે આ બેઠકમાં રશિયા પાસેથી એસ 400 ખરીદવા મુદ્દે કોઇ જ ચર્ચા થઇ નહોતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news