LIVE: પડોશી દેશમાં હિંદુઓ પર અત્યાચાર, PAK નહી પરંતુ સંસદ વિરૂદ્ધ બોલી રહી છે કોંગ્રેસ: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય કર્ણાટકના પ્રવાસે છે. અહીં પીએમને ઘણા મોટા કાર્યક્રમોમાં ભાગ લેવાનો છે. વડાપ્રધાનમંત્રીએ આજે તુમકુરમાં શ્રી સિદ્ધગંગા મઠના દર્શન કર્યા, અહીં તેમણે એક જનસભાને પણ સંબોધિત કરી. આ ઉપરાંત વડાપ્રધાન કિસાન સન્માન યોજનાનો ત્રીજો હપ્તો પણ ખેડૂતોને આપવામાં આવશે.

LIVE: પડોશી દેશમાં હિંદુઓ પર અત્યાચાર, PAK નહી પરંતુ સંસદ વિરૂદ્ધ બોલી રહી છે કોંગ્રેસ: મોદી

બેંગલુરૂ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય કર્ણાટકના પ્રવાસે છે. અહીં પીએમને ઘણા મોટા કાર્યક્રમોમાં ભાગ લેવાનો છે. વડાપ્રધાનમંત્રીએ આજે તુમકુરમાં શ્રી સિદ્ધગંગા મઠના દર્શન કર્યા, અહીં તેમણે એક જનસભાને પણ સંબોધિત કરી. આ ઉપરાંત વડાપ્રધાન કિસાન સન્માન યોજનાનો ત્રીજો હપ્તો પણ ખેડૂતોને આપવામાં આવશે. ત્રણ જાન્યુઆરીએ પીએમ મોદી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે શ્રી સિદ્ધગંગા મઠ મ્યૂઝિયમનો પાયો નાખ્યો. પાયો મુક્યા બાદ વડાપ્રધાન નરેંદ્ર મોદીએ અહીં જનસભાને સંબોધિત પણ કરી. પીએમ મોદીએ કહ્યું કે આજે ઘણા વર્ષો બાદ અહીં આવવાની તક મળી છે પરંતુ શ્રી શ્રી શિવકુમાર સ્વામીની ખોટ સાલે છે. 

CM @BSYBJP, Union Ministers @DVSadanandGowda, @JoshiPralhad, Karnataka Minister R Ashok and others received the PM.

PM Modi is now headed to Tumakuru for various programmes. pic.twitter.com/9kpN4zoEwr

— PMO India (@PMOIndia) January 2, 2020

વડાપ્રધાને કહ્યું કે થોડા અઠવાડિયા પહેલાં સંસદમાં CAA પાસ થયું, કોંગ્રેસ અને તેમના સાથી સંસદ વિરૂદ્ધ ઉભા થયા છે. જેમ કે તે અમારીથી નફરત કરે છે, એવો જ અવાજ દેશની સંસદ વિરૂદ્ધ જોવા મળી રહ્યો છે. આ લોકો ભારતની સંસદ વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે, આ લોકો પાકિસ્તાનથી આવેલા દલિત, પીડિત વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. 

પાકિસ્તાનનો જન્મ ધર્મના આધારે થયો હતો, દેશ ધર્મના આધારે વેચાયેલો હતો. ભાગલા વખતે જ પાકિસ્તાનમાં બીજા ધર્મના લોકો સાથે અત્યાચાર શરૂ થઇ ગયો હતો, સમય સાથે પાકિસ્તાનમાં હિંદુ-જૈન-સિખ- બૌદ્ધ ધર્મના આધારે અત્યાચાર વધી ગયો છે. હજારો લોકોને ત્યાંથી પોતાનું ઘર છોડીને ભારત આવવું પડ્યું છે. પાકિસ્તાને હિંદુઓ પર અત્યાચાર કર્યો, પરંતુ કોંગ્રેસ પાકિસ્તાન વિરૂદ્ધ બોલી રહી નથી. 

પીએમ મોદીએ કર્ણાટકની રેલીમાં નાગરિકતા સંશોધન એક્ટ (CAA)ના વિરોધીઓને આકરો જવાબ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર અત્યાચાર થઇ રહ્યો હતો ત્યારે લોકો ચૂપ કેમ હતા.  

પીએમ મોદીએ કહ્યું 'પાકિસ્તાનથી જીવ બચાવીને આવેલા લોકો વિરૂદ્ધ સરઘસ નિકાળવામાં આવી રહ્યું છે. સરઘસ કાઢવું છે તો પીડિત શરણાર્થીઓના પક્ષમાં કાઢો. પીએમ મોદીએ કહ્યું 'જો તમારે નારા લગાવવા હોય તો પાકિસ્તાનમાં જે પ્રકારે અલ્પસંખ્યકો પર અત્યાચાર થઇ રહ્યા છે, તેમના વિરૂદ્ધ નારા લગાવો.' 

પીએમ મોદીએ કહ્યું 'જે આજે ભારતની સંસદ વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા ચે, હું તેમને કહું છું કે આજે આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનની હરકતોને બેનકામ કરવાની જરૂર છે. જો તમારે આંદોલન કરવું છે તો પાકિસ્તાનની પાછળ 70 વર્ષ વર્ષના કારનામાઓ વિરૂદ્ધ અવાજ ઉઠાવો.' 

પીએમ મોદીએ કહ્યું 'આજે દરેક દેશવાસીના મનમાં સવાલ છે કે જે લોકો પાકિસ્તાનથી પોતાનો જીવ બચવવા માટે, પોતાની પુત્રીઓની જીંદગી બચવવા માટે અહીં આવ્યા છે, તેમના વિરૂદ્ધ સરઘસ કાઢી રહ્યા છો પરંતુ જે પાકિસ્તાને તેનાપર આ જુલમ કર્યો, તેમના વિરૂદ્ધ આ લોકોના મોંઢા પર તાળુ કેમ લાગેલું છે.

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ તુમકુરમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ત્રીજો હપ્તો ખેડૂતોને આપ્યો. પીએમ મોદીએ અહીં ડિજિટલ ટ્રાંજેક્શન દ્વારા 12000 કરોડ રૂપિયાની રકમને ટ્રાંસફર કરી જે 6 કરોડ ખેડૂતોના ખાતા ગઇ. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષ 6 હજાર રૂપિયાની રકમ મળે છે. પીએમ સન્માન નિધિ હેઠળ ખાતામાં પહોંચનાર ત્રીજો હપ્તો છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news