રાજકુમાર રાવનો 'લૂડો'નો FIRST LOOK જોઇને લોકો અચંબામાં, કહ્યું- 'આ આલિયા ભટ્ટ છે'

ગત લાંબા સમયથી ડાયરેક્ટર અનુરાગ બસુ પોતાની આગામી ફિલ્મમાં વ્યસ્ત છે અને આ ફિલ્મનું નામ છે. 'લૂડો (Ludo)'. આ ફિલ્મની જ્યારે કાસ્ટિંગ થઇ ત્યારે લોકોમાં તેને જોવાને લઇને ઉત્સુકતા રહી છે. તો બીજી તરફ આ ફિલ્માંથી એક્ટર રાજકુમાર રાવ (Rajkummar Rao) નો FIRST LOOK સામે આવ્યા બાદ આ સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે.

રાજકુમાર રાવનો 'લૂડો'નો FIRST LOOK જોઇને લોકો અચંબામાં, કહ્યું- 'આ આલિયા ભટ્ટ છે'

નવી દિલ્હી: ગત લાંબા સમયથી ડાયરેક્ટર અનુરાગ બસુ પોતાની આગામી ફિલ્મમાં વ્યસ્ત છે અને આ ફિલ્મનું નામ છે. 'લૂડો (Ludo)'. આ ફિલ્મની જ્યારે કાસ્ટિંગ થઇ ત્યારે લોકોમાં તેને જોવાને લઇને ઉત્સુકતા રહી છે. તો બીજી તરફ આ ફિલ્માંથી એક્ટર રાજકુમાર રાવ (Rajkummar Rao) નો FIRST LOOK સામે આવ્યા બાદ આ સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે. રાજકુમારનો આ LOOK જોઇને લોકો તેની તુલના આલિયા ભટ્ટ સાથે કરી રહ્યા છે. 

આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં રાજકુમાર રાવ, આદિત્ય રોય કપૂર, અભિષેક બચ્ચન, ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા, પંકજ ત્રિપાઠી અને રોહિત સરફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પરંતુ હવે ફિલ્મમાંથી સૌથી પહેલાં રાજકુમારના લુકને શેર કરીને લોકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. જુઓ રાજકુમાર રાવનો આ ખાસ અંદાજ...

કહેવું ખોટું નથી કે ફિલ્મનો આ ફર્સ્ટ લુક ફેન્સ માટે ન્યૂ ઇયરની ભેટ જેવો છે. અહીં બે ફોટા શેર કરવામાં આવ્યા છે જેમાં રાજકુમાર રાવને ઓળખવો મુશ્કેલ થઇ રહ્યો છે. કારણ કે અહીં રાજકુમાર પોતાની ગત ફિલ્મોના મુકાબલે પોતાના લુક્સ સાથે ખૂબ એક્સપેરિમેન્ટ કરતાં જોવા મળી રહ્યા છે. 

A post shared by RajKummar Rao (@rajkummar_rao) on

તેમણે ઇંસ્ટાગ્રામ પર 2 ફોટા શેર કર્યા છે. પહેલાં ફોટામાં તે એક મહિલાના લુકમાં જોઇ રહ્યા છે જ્યારે બીજા ફોટામાં તે બાઇક પર બેઠેલા છે. પહેલા ફોટામાં લોકો આલિયા ભટ્ટ અને બીજાને મિથુન ચક્રવતીથી કંપેયર કરી રહ્યા છે. 

તમને જણાવી દઇએ કે આ ફિલ્મ ઉપરાંત જલદી જ રાજકુમાર રાજકુમાર રાવ, જાહ્નવી કપૂર સાથે ફિલ્મ 'રૂહે અફજા' અને નુસરત ભરૂચાની સાથે હંસલ મહેતાની ફિલ્મ 'છલાંગ'માં પણ જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news