આજે રાજ્યસભામાં રજૂ થશે ખેડૂતો માટે ત્રણ બિલ, સરકારની છે આ ખાસ રણનીતિ

ખેડૂતો માટે લાવવામાં આવી રહેલા ત્રણ કૃષિ બિલના સંદર્ભે આજે રસ્તાથી સંસદ સુધી વિરોધ પ્રદર્શનની અપેક્ષા છે. આ બિલ પ્રત્યે વિપક્ષ વલણ ગરમ છે, એનડીએના સહયોગી અકાલી દળના સૂર પણ બળવાખોર થઇ ગયા છે, પરંતુ તમામ વિરોધ વચ્ચે સરકાર આજે આ બિલ રાજ્યસભામાં રજૂ કરશે. સરકારને વિશ્વાસ છે કે તે આ બિલ રાજ્યસભામાંથી પસાર કરાવી લેશે. સૌથી પહેલા તમને જણાવી દઇએકે, રાજ્યસભામાં સરકાર કયા ત્રણ બિલ રજૂ કરશે અને જેને લઇને ઘણો હંગામો થયો છે.
આજે રાજ્યસભામાં રજૂ થશે ખેડૂતો માટે ત્રણ બિલ, સરકારની છે આ ખાસ રણનીતિ

નવી દિલ્હી: ખેડૂતો માટે લાવવામાં આવી રહેલા ત્રણ કૃષિ બિલના સંદર્ભે આજે રસ્તાથી સંસદ સુધી વિરોધ પ્રદર્શનની અપેક્ષા છે. આ બિલ પ્રત્યે વિપક્ષ વલણ ગરમ છે, એનડીએના સહયોગી અકાલી દળના સૂર પણ બળવાખોર થઇ ગયા છે, પરંતુ તમામ વિરોધ વચ્ચે સરકાર આજે આ બિલ રાજ્યસભામાં રજૂ કરશે. સરકારને વિશ્વાસ છે કે તે આ બિલ રાજ્યસભામાંથી પસાર કરાવી લેશે. સૌથી પહેલા તમને જણાવી દઇએકે, રાજ્યસભામાં સરકાર કયા ત્રણ બિલ રજૂ કરશે અને જેને લઇને ઘણો હંગામો થયો છે.

વિપક્ષના વિરોધનું કારણ છે આ બિલ
નંબર 1. કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) બિલ
નંબર 2. ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ પર ખેડૂત (સંરક્ષણ તેમજ સશક્તિકરણ બિલ)
નંબર 3. આવશ્યક ચીજવસ્તુ સંશોધન બિલ

હવે અમે તમને જણાવી છીએ કે સરકારને કેમ વિશ્વાસ છે કે, અકાલી દળના વિરોધ છતાં રાજ્યસભામાં આ ત્રણ બિલને પસાર કરાવી લેશે.

આ છે રાજ્યસભામાં સરકારનો દાવો
245 સભ્યોની રાજ્યસભામાં ભાજપના નેતૃત્વ હેઠળની NDA પાસે સ્પષ્ટ બહુમતી નથી, પરંતુ છેલ્લા કેટલાક સત્રોમાં અનેક પ્રાદેશિક પક્ષોએ સરકારને ટેકો આપ્યો છે. રાજ્યસભામાં બહુમતીનો આંકડો હવે 122 છે. ભાજપનો દાવો છે કે તેની પાસે 130 સાંસદ છે.

ભાજપના AIADMKના 9 સાંસદો, ટીઆરએસના 7, વાઈએસઆર કોંગ્રેસના 6, શિવસેનાના 3, બીજૂ જનતા દળના 9 અને ટીડીપીના 1 સાંસદના સમર્થનનો વિશ્વાસ છે. રાજ્યસભામાં ભાજપના 86 સાંસદ છે. રાજ્યસભામાં ભલે સરકાર પાસે બહુમત નથી પરંતુ વિપક્ષમાં પણ એકજૂટતા નથી, જેનો ફાયદો સરકારને મળી શકે છે.

કેટલાક નાના પક્ષોએ હજી સુધી તેમના પત્તા ખોલ્યા નથી. આ પક્ષોના રાજ્યસભામાં એક ડઝન જેટલા સાંસદ છે. સરકાર દ્વારા તેમને સમર્થનમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ગૃહની કાર્યવાહીમાં અન્ય 15 સાંસદો પહેલાથી ભાગ લઈ રહ્યા નથી. ગત અઠવાડિયાથી 10 સાંસદો કોરોના પોઝિટિવ છે. વિપક્ષ તરફથી કોંગ્રેસના રાજ્યસભામાં 40 સાંસદ છે, જેથી અકાલી દળના 3 સાંસદ પણ આ બિલની વિરુદ્ધ મતદાન કરશે.

કોંગ્રેસ સહિત ઘણા વિરોધી પક્ષોએ આ બિલ (Agriculture Bills)ને ખેડૂત વિરોધી ગણાવ્યું છે. પંજાબ અને હરિયાણાના ખેડુતો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના અકાલી દળના ક્વોટામાંથી મંત્રી હરસિમરત કૌર બાદલે ગુરુવારે આ બિલને લઇને આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આજે જ્યારે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે ત્યારે રસ્તાઓ પર પણ વિરોધની સંભાવના છે, જેના માટે સુરક્ષા એજન્સીઓએ તમામ વ્યવસ્થા કરી દીધી છે.

કૃષિ બિલ સામે પ્રદર્શન
કૃષિ બીલોના વિરોધમાં 25 સપ્ટેમ્બરે યોજાનારા પંજાબ બંધ માટે 31 જેટલા ખેડૂત સંગઠનો એકઠા થયા છે, કિસાન મજૂર સંઘર્ષ સમિતિએ 24 થી 26 સપ્ટેમ્બરની વચ્ચે રેલ રોકો આંદોલન કરવાની હાકલ કરી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતી કિસાન યુનિયન (ક્રાંતિકારી), કીર્તિ કિસાન યુનિયન, ભારતી કિસાન યુનિયન (એકતા ઉગ્રહાન), ભાકીયુ (દોઆબા), ભાકિયુ (લાખોવાલ) અને ભાકિયુ (કાદિયા) જેવી સંસ્થાઓ જોડાઈ રહી છે. ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે 25 સપ્ટેમ્બરના રોજ બંધ દરમિયાન તમામ મંડી, બજારો, ટ્રક અને બસોને સવારે 4 થી સાંજના 4 વાગ્યા સુધી ચાલવાની છૂટ રહેશે નહીં. 20 થી 25 સપ્ટેમ્બર સુધી, ઘણા જિલ્લાઓમાં દરરોજ બીલની નકલો પ્રગટાવવામાં આવશે. રેલ્વે રોકો આંદોલન માટે ખેડૂત સંગઠનો હિમાચલ, હરિયાણા, જમ્મુ-કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને યુપીના ખેડૂતોનો પણ સંપર્ક કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news