હવે આરબીઆઈના મોનિટરિંગમાં બધી કો-ઓપરેટિવ બેન્ક, મોદી કેબિનેટે આપી અધ્યાદેશને મંજૂરી


કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, 1482 શહેરી સહકારી બેન્ક અને 58 બહુ રાજ્ય સહકારી બેન્ક સહિત સરકારી બેન્કોને હવે ભારતીય રિઝર્વ બેન્કના સુપર વિઝન હેઠળ લાવવામાં આવી રહી છે. 

 હવે આરબીઆઈના મોનિટરિંગમાં બધી કો-ઓપરેટિવ બેન્ક, મોદી કેબિનેટે આપી અધ્યાદેશને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેબિનેટની બેઠક યોજાઇ હતી. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, આજે અંતરિક્ષ વિજ્ઞાન અને બેન્કોને લઈને મોટા સુધારના અધ્યાદેશને મંજૂરી આપવામાં આવી છે. હવે સરકારી બેન્ક (અર્બન કો-ઓપરેટિવ બેન્ક હોય કે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક) રિઝર્વ બેન્કના સુપર વિઝન પાવરમાં આવી જશે. 

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, 1482 શહેરી સહકારી બેન્ક અને 58 બહુ રાજ્ય સહકારી બેન્ક સહિત સરકારી બેન્કોને હવે ભારતીય રિઝર્વ બેન્કના સુપર વિઝન હેઠળ લાવવામાં આવી રહી છે. આરબીઆઈની શક્તિઓ જેમ અનુસૂચિત બેન્કો પર લાગૂ થાય છે, તેમ સહકારી બેન્કો પર પણ લાગૂ થશે. 

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, આરબીઆઈના સુપરવિઝનમાં 1540 સહકારી બેન્કોને લાવવાના નિર્ણયથી તેના ખાતાધારકોને ફાયદો મળશે. આ બેન્કોમાં 8.6 કરોડથી ગ્રાહકોને આશ્વાશન મળશે કે બેન્કોમાં જમા 4.84 લાખ કરોડ રૂપિયા સુરક્ષિત રહેશે. 

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રોમાં ખુબ મોટા સુધાર કરવામાં આવ્યા છે. આજ સુધી આપણે અંતરિક્ષમાં સારો વિકાસ કર્યો છે, હવે તે એક રીતે બધાના ઉપયોગ માટે ખોલવામાં આવી રહ્યાં છે. કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. 

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, કેન્દ્રીય કેબિનેટે અન્ય પછાત વર્ગની અંદર ઉપ-વર્ગીકરણના મુદ્દાની તપાસ માટે રચેલા આયોગનો કાર્યકાળ વધુ છ મહિના એટલે કે 31 જાન્યુઆરી 2021 સુધી વધારવાની મંજૂરી આપી દીધી છે. 

પશુધન વિકાસ માટે 15000 કરોડ રૂપિયા
કેબિનેટની બેઠકમાં પશુધન વિકાસ માટે 15000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેનાથી દૂધનું ઉત્પાદન પણ વધશે અને લાખો લોકોને રોજગાર મળશે. 
 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news