દેશમાં પહેલા ચાલતું હતું VIP અને હવે ચાલે છે EPI : પીએમ મોદી

કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પર નિશાન તાકતા કહ્યું કે, કેરળમાં અત્યારે સરકાર બે મોડલથી ચલાવામાં આવી રહી છે 

દેશમાં પહેલા ચાલતું હતું VIP અને હવે ચાલે છે EPI : પીએમ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા કેરળના ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો હતો. વડા પ્રધાને જણાવ્યું કે, અગાઉ દેશમાં વીઆઈપી લોકોને વધુ મહત્વ આપવામાં આવતું હતું, પરંતુ આજના સમચમાં પ્રચલીત શબ્દ છે EPI (Every Person is Important) એટલે કે, દરેક વ્યક્તિ મહત્વનો છે. 

પીએમે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પર નિશાન તાકતા જણાવ્યું કે, કેરળમાં અત્યારે બે મોડલથી સરકાર ચલાવામાં આવી રહી છે. એક કોંગ્રેસ મોડલ છે અને બીજું ડાબેરીઓનું મોડલ છે. બંને મોડલ ભ્રષ્ટાચારી અને બિનઅસરકારક શાસન દર્શાવે છે. 

(Photo: @bjp4India)

130 કરોડ લોકોનો અવાજ સાંભળવામાં આવે છેઃ મોદી
વડા પ્રધાને આ દરમિયાન આત્મવિલોપન કરનારા વેણુ ગોપાલ નાયરનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આપણા માટે આ એક દુખદ સમાચાર છે. તેના કારણે અમારા પક્ષ દ્વારા કેરળ બંધનું એલાન આપવું પડ્યું હતું. તેમણે જણાવ્યુંકે, હું ભાજપના કાર્યકર્તાઓને જણાવવા માગું છું કે આ ઘટનામાંથી તેઓ બોધપાઠ મેળવે અને એક આવા આત્મઘાતી પગલાં લેતા પહેલાં લોકોને અટકાવે. 

પીએમ મોદીએ જણાવ્યું કે, જ્યારે દેશના 130 કરોડ લોકો બોલે છે તો તેમનો અવાજ સાંભળવામાં આવે છે. અમારા જે કોઈ મુદ્દા છે તે અમે લોકોને સમજાવીશું. ઉલ્લેખનીય છે કે, ભગવાન અયપ્પાના એક ભક્ત વેણુગોપાલે કેરળ સચિવાલય સામે અને ભાજપના ધરણાસ્થળની નજીક ગુરુવારે સવારે આત્મવિલોપન કર્યું હતું, જેમાં તેનું મોત થયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news