યુક્રેનમાં ફસાયેલા 242 ભારતીયોને લઈને નવી દિલ્હી પહોંચ્યું એર ઈન્ડિયાનું વિમાન

Ukraine-Russia dispute: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને કાઢવાનું મિશન શરૂ થઈ ગયું છે. એર ઈન્ડિયાની ફ્લાઇટમાં 242 ભારતીયો દિલ્હી એરપોર્ટ પહોંચી ગયા છે. 

યુક્રેનમાં ફસાયેલા 242 ભારતીયોને લઈને નવી દિલ્હી પહોંચ્યું એર ઈન્ડિયાનું વિમાન

નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા વિવાદ બાદ ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને કાઢવાનું મિશન શરૂ કરી દીધુ છે. મહત્વનું છે કે મંગળવારે એર ઈન્ડિયાની ફ્લાઇટે કીવથી ઉડાન ભરી હતી. જાણકારી પ્રમાણે આ ફ્લાઇટ દિલ્હી રાત્રે 11.45 કલાકે પહોંચી હતી. જેમાં યુક્રેનમાં રહેતા 242 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે એર ઈન્ડિયાના વિમાનથી ભારત પહોંચેલા લોકોને લેવા માટે તેમના પરિવારજનો પહેલાંથી એરપોર્ટ પર હાજર હતા. 

યુક્રેન માટે એર ઈન્ડિયાના વિમાને પહેલી ઉડાન મંગળવારે સવારે 7.30 કલાકે ભરી હતી. તેમાં પૂરી ક્ષમતા સાથે 242 લોકોને લાવવામાં આવ્યા. એર ઈન્ડિયાના બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં ભારતીય લોકોને લાવવામાં આવ્યા છે. 

— ANI (@ANI) February 22, 2022

મહત્વનું છે કે હજુ 24 અને 26 ફેબ્રુઆરીએ પણ એર ઈન્ડિયાનું વિમાન યુક્રેનમાં ફસાયેલા લોકોને કાઢવા માટે ઉડાન ભરશે. એર ઈન્ડિયાએ આ પહેલાં યુક્રેન માટે ક્યારેય કોઈ ફ્લાઇટ ચલાવી નથી. પરંતુ સંકટમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે સરકારે નિર્ણય લીધો કે એર ઈન્ડિયાની ફ્લાઇટ કીવ જશે અને ભારતીયોને કાઢીને લાવશે. 

એર ઈન્ડિયાની તરફથી જણાવવામાં આવ્યું કે, આગામી સપ્તાહે મંગળવાર, ગુરૂવાર અને શનિવારે ભારતથી યુક્રેન માટે 256 સીટર બોઈંગ મોકલવામાં આવશે. યૂક્રેનમાં રહેતા ભારતીય નાગરિકો બુકિંગ ઓફિસ, વેબસાઇટ, કોલસેન્ટર અને ટ્રાવેલ એજન્ટો પાસેથી બુકિંગ કરાવી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news