Katrina ના ગાલ જેવા રસ્તા બનાવવા મંત્રીનું ફરમાન! નેતાજીએ હેમા માલિની વિશે તો એવું કહ્યું કે...!
રોડ-રસ્તાના વિકાસના કામો થાય તે જરૂરી છે. પણ ઘણીવાર રોડ-રસ્તાના વિકાસ કામોમાં મંત્રીઓ અને રાજનેતાઓનો અભિનેત્રીઓ પ્રત્યેનો પ્રેમ પણ છલકાઈ આવતો હોય છે. કંઈક આવું જ બન્યું છે એક મંત્રી સાથે. જેમણે કહ્યુંકે, રસ્તાનો કેટરીનાના ગાલ જેવા હોવા જોઈએ. હેમા માલિની તો હવે ઘરડી થઈ ગઈ છે. એટલે કેટરીનાના ગાલ જેવા સુવાળાં રસ્તા બનાવો. આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દો ભારે ચર્ચામાં આવી ગયો છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ રોડ-રસ્તાના વિકાસના કામો થાય તે જરૂરી છે. પણ ઘણીવાર રોડ-રસ્તાના વિકાસ કામોમાં મંત્રીઓ અને રાજનેતાઓનો અભિનેત્રીઓ પ્રત્યેનો પ્રેમ પણ છલકાઈ આવતો હોય છે. કંઈક આવું જ બન્યું છે એક મંત્રી સાથે. જેમણે કહ્યુંકે, રસ્તાનો કેટરીનાના ગાલ જેવા હોવા જોઈએ. હેમા માલિની તો હવે ઘરડી થઈ ગઈ છે. એટલે કેટરીનાના ગાલ જેવા સુવાળાં રસ્તા બનાવો. આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દો ભારે ચર્ચામાં આવી ગયો છે.
રાજસ્થાનના મંત્રી રાજેન્દ્ર સિંહ ગુઢાએ પોતાના ચીફ એન્જીનીયરને કહ્યું કે, તેમના વિસ્તારના રસ્તાઓ કેટરીનાના ગાલ જેવા બનવા જોઈએ. મંત્રીની આ વાત પર ગ્રામજનો મન ખોલીને હસ્યા. ત્યારે, ગુઢાનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. હેમા માલિનીના ગાલ જેવા રસ્તાઓ બનાવનાર લાલૂ પ્રસાદ યાદવના આ નિવેદને દુનિયાભરમાં ચર્ચાઓ ઉઠાવી હતી. તો હવે રાજનૈતીક નિવેદન બાજી હેમા માલિનીથી કેટરીના કેફ સુધી પહોંચી છે. હાલમાં જ રાજસ્થાનની અશોક ગેહલોત સરકારના પંચાયતી રાજના મંત્રી રાજેન્દ્ર સિંહ ગુઢાએ કઈ લાલુ પ્રસાદ યાદવ જેવું જ નિવેદન આપ્યું છે. જોકે, તેમણે પોતાના નિવેદનમાં હિરોઈન બદલી નાખી છે.
કેટરીના જેવા રસ્તા જોઈએઃ ગુઢા
રાજસ્થાન સરકારના નિવનિયુક્ત મંત્રી રાજેન્દ્ર સિંહ ગુઢાના જીભ હવે લપસવા લાગી છે. તેમનું એક નિવેદન હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. જેમાં, મંત્રી બન્યા બાદ તે પહેલીવાર પોતાના મત વિસ્તારમાં ગયા અને ગ્રામજનોની વચ્ચે સાર્વજનિક નિર્માણ વિભાગના ચીફ એન્જીનીયરને દેશી અંદાજમાં કહ્યું કે, તેમના વિસ્તારમાં રસ્તાઓ કેટરીનાના ગાલ જેવા બનવા જોઈએ. મંત્રીની આ વાત પર ગ્રામજનો મન મુકીને હસ્યા હતા.
મંત્રીજીએ વધુમાં કહ્યું કે, હેમા માલિની તો ઉંમર થઈ ગઈ છે. એટલા તેમના ગાલ જેવા રસ્તાઓનો કઈ મતલબ નથી. મહત્વનું છે કે, બહુજન સમાજ પાર્ટીથી કોંગ્રેસમાં આવેલા રાજેન્દ્ર સિંહ ગુઢાને રવિવારે જ ગહલોત સરકારા મંત્રી મંડળમાં સ્થાન મળ્યું હતું. ગેહલોત સરકારના મંત્રીએ આપેલાં આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. અને તેના કારણે રાજકીય વર્તુળોમાં પણ આ નિવેદનને કારણે ભારે ચર્ચા ઉભી થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે