મોદી સરકારના મંત્રીનો કોરોના ટેસ્ટ આવ્યો નેગેટિવ, સ્વેચ્છાએ ઘરમાં થયા હતાં કેદ

સંસદીય કાર્ય અને વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને કોરોના વાયરસથી સંક્રમિત હોવાની આશંકાના પગલે લોકોથી અલગ રહેવાનો નિર્ણય લીધો હતો જો કે હજુ સુધી વી. મુરલીધરનનો કોરોના વાયરસનો ટેસ્ટ નેગેટિવ આવતા હાશકારો થયો છે.

મોદી સરકારના મંત્રીનો કોરોના ટેસ્ટ આવ્યો નેગેટિવ, સ્વેચ્છાએ ઘરમાં થયા હતાં કેદ

નવી દિલ્હી: સંસદીય કાર્ય અને વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને કોરોના વાયરસથી સંક્રમિત હોવાની આશંકાના પગલે લોકોથી અલગ રહેવાનો નિર્ણય લીધો હતો જો કે હજુ સુધી વી. મુરલીધરનનો કોરોના વાયરસનો ટેસ્ટ નેગેટિવ આવતા હાશકારો થયો છે. તેમણે સુરક્ષા કારણોસર આ પગલું ભર્યું હતું અને પોતાના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાવ્યાં હતાં. વી. મુરલીધરન હાલ તેમના દિલ્હી ખાતેના નિવાસ સ્થાને છે. આજે તેમનો COVID-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો. 

— ANI (@ANI) March 17, 2020

હકીકતમાં વી. મુરલીધરન 14 માર્ચના રોજ કેરળમાં એક કોન્ફરન્સમાં ગયા હતાં. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વી. મુરલીધરને પોતાની કેરળયાત્રા અગાઉ કોરોનાથી સંક્રમિત થયેલા એક ડોક્ટર સાથે 3 વાર મુલાકાત કરી હતી. 13 માર્ચના રોજ આ ડોક્ટર કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ હતી. કેરળની કોન્ફરન્સમાં હાજર તમામ ડોક્ટરો પર નજર રાખવામાં આવી રહી છે. 

આ ઉપરાંત સૂત્રોના હવાલે એ પણ જાણવા મળ્યું છે કે સરકાર શ્રી ચિત્રા ઓથોરિટી વિરુદ્ધ પોતાના ડોક્ટરના વિદેશ ગયા બાદ કોરોનાના લક્ષ્ણો મળી આવ્યાં હોવાની સૂચના છૂપાવવાને લઈને કાર્યવાહી કરી શકે છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

અત્રે જણાવવાનું કે ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 127 કેસ સામે આવ્યાં છે અને 3 લોકોના મોત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news