Military Chopper Crashed: અરુણાચલ પ્રદેશના સિયાંગમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ 

અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં શુક્રવારે મોટી દુર્ઘટના ઘટી. સિંગિગ ગામ પાસે સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. આ જગ્યા ટુટિંગ હેડક્વાર્ટરથી 25 કિલોમીટર દૂર છે. 

Military Chopper Crashed: અરુણાચલ પ્રદેશના સિયાંગમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ 

અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં શુક્રવારે મોટી દુર્ઘટના ઘટી. સિંગિગ ગામ પાસે સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. આ જગ્યા ટુટિંગ હેડક્વાર્ટરથી 25 કિલોમીટર દૂર છે. રક્ષા જનસંપર્ક અધિકારી, ગુવાહાટીના જણાવ્યાં મુજબ શુક્રવારે સવારે લગભગ 10.40 વાગે અરુણાચલ પ્રદેશના ઉપરી સિયાંગ જિલ્લામાં તુતિંગ ક્ષેત્રની પાસે ઉન્નત હળવું હેલિકોપ્ટર (ALH) દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. 

— ANI (@ANI) October 21, 2022

ગુવાહાટી ડિફેન્સ પીઆરઓના જણાવ્યાં મુજબ આર્મીનું હેલિકોપ્ટર ટુટિંગથી 25 કિલોમીટર દૂર સિંગિંગ ગામ પાસે ક્રેશ થઈ ગયું. આ અકસ્માત જ્યાં થયો તે રોડ માર્ગથી કનેક્ટેડ નથી. જો કે રેસ્ક્યૂ ટીમને ઘટનાસ્થળ માટે પગપાળા જ રવાના કરી દેવામાં આવી છે. 

વધુ વિગતો માટે જુઓ Video

પોલીસ અધિકારી જુમ્મર બસરે જણાવ્યું કે દુર્ઘટના સ્થળ રસ્તા સાથે કેનેક્ટેડ નથી. એક બચાવ ટુકડી મોકલવામાં આવી છે. અન્ય તમામ વિવરણોની પ્રતિક્ષા થઈ રહી છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ ચાલુ વર્ષે 5 ઓક્ટોબરના રોજ અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તાર પાસે ચીતા હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં એક પાઈલટનું મૃત્યુ થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news