હચમચાવી નાખે તેવો કિસ્સો, માનસિક રીતે અસ્થિર પુત્ર 3 દિવસ સુધી પિતાની લાશ ખાતો રહ્યો

ઝારખંડના પલામુ જિલ્લામાં હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક પુત્ર તેના જ પિતાના મૃતદેહને ત્રણ દિવસથી ખાઈ રહ્યો હતો. લાશમાંથી દુર્ગંધ આવવા માંડતા આસપાસના લોકોએ પોલીસને સૂચના આપી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ઘરની અંદર છાતીના પાટ્યા બેસી જાય તેવું જોવા મળ્યું. 

હચમચાવી નાખે તેવો કિસ્સો, માનસિક રીતે અસ્થિર પુત્ર 3 દિવસ સુધી પિતાની લાશ ખાતો રહ્યો

પલામુ: ઝારખંડના પલામુ જિલ્લામાં હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક પુત્ર તેના જ પિતાના મૃતદેહને ત્રણ દિવસથી ખાઈ રહ્યો હતો. લાશમાંથી દુર્ગંધ આવવા માંડતા આસપાસના લોકોએ પોલીસને સૂચના આપી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ઘરની અંદર છાતીના પાટ્યા બેસી જાય તેવું જોવા મળ્યું. 

આ ઘટના પાંકી પોલીસ સ્ટેશનના હદમાં આવતા ડંડાર ગામની છે જ્યાં એક અંતરિયાળ ગામ છે. સુરેશ મોચી નામના વ્યક્તિનું 3 દિવસ પહેલા મોત થઈ ગયું હતું. તેનો મૃતદેહ ઘરમાં જ દોરડે લટકી રહ્યો હતો. માનસિક રીતે અસ્થિર પુત્રએ પિતાના આ મૃતદેહને ખાવાનું શરૂ દીધું. ત્રણ દિવસથી તે આ મૃતદેહ ખાઈ રહ્યો હતો. જ્યારે મૃતદેહની દુર્ગંધ આસપાસમાં પ્રસરી તો લોકોએ પોલીસને જાણ કરી. 

પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી તો દરવાજો તોડીને ઘરમાં પ્રવેશી હતી. અંદર પ્રવેશતા જ જે દ્રશ્ય જોવા મળ્યું તે હચમચાવી નાખે તેવું હતું. ઘરમાં સુરેશનો મૃતદેહ ફાંસો ખાધો હોવાથી લટકી રહ્યો હતો અને તેમનો માનસિક રીતે અસ્થિર પુત્ર તેને આરોગી  રહ્યો હતો. 

જુઓ LIVE TV

કહેવાય છે કે સુરેશ ખુબ જ પરેશાન હતો. તેના ઘરની સ્થિતિઓ અને કલેશથી તે કંટાળી ગયો અને આત્મહત્યા કરી લીધી. પોલીસના જણાવ્યાં મુજબ ડિસેમ્બર 2018માં તેની પત્ની તેના દિયરની હત્યા કરીને ફરાર થઈ ગઈ હતી.  જ્યારે એક પુત્ર બહાર કામ કરે છે અને એક પુત્રીના લગ્ન થઈ ગયાં. એક પુત્રીને પત્ની લઈને ફરાર થઈ ગઈ. 

સુરેશ તેના માનસિક રીતે અસ્થિર પુત્ર સાથે રહેતો હતો. પરંતુ તેણે આત્મહત્યા કરી લીધી. સુરેશના મોત બાદ ઘરમાં ખાવા માટે કશું જ ન મળતા માનસિક રીતે અસ્થિર પુત્રએ પિતાના મૃતદેહને જ ખાવાનું શરૂ કરી દીધુ. કહેવાય છે કે ઘરમાંથી ખાવાનો કોઈ જ સામાન મળ્યો નથી. આ ઘટનાના કારણે વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પોલીસ હવે આ મામલે કેવી રીતે તપાસ કરવી તે અંગે વિચાર કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news