J&K: કુલગામ એનકાઉન્ટર પર Mehbooba Mufti એ કર્યા સવાલ, કહ્યું- આરોપો પર સ્પષ્ટતા કરે સરકાર
જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) આતંકવાદીઓને ખતમ કરવા માટે ચલાવવામાં આવી રહેલા સુરક્ષા દળોના ઓપરેશન પર પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ (Mehbooba Mufti સવાલો ઉઠાવ્યા છે
Trending Photos
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) આતંકવાદીઓને ખતમ કરવા માટે ચલાવવામાં આવી રહેલા સુરક્ષા દળોના ઓપરેશન પર પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ (Mehbooba Mufti સવાલો ઉઠાવ્યા છે, અને સરકારના આ આરોપો પર જવાબ માંગ્યા છે.
ટ્વીટ્સ કરી ઉઠાવ્યા સવાલ
મુફતિએ ટ્વિટર પર એક સ્થાનિક પત્રકારના ટ્વીટને કોટ કરતા લખ્યું, 'જમ્મુ-કાશ્મીરમાં દરરોજ એન્કાઉન્ટર્સ થાય છે, પરંતુ જ્યારે કાયદેસરના સવાલો ઉભા થાય છે. ત્યારે સુરક્ષા દળોને જવાબદાર ગણવા જોઇએ. કુલગામ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા 17 વર્ષના સગીરના માતા-પિતાએ દાવો કર્યો છે કે તે નિર્દોષ નાગરિક હતો. આ આરોપ પર સ્પષ્ટતા થઈ જોઈએ.
Encounters occur on a daily basis in J&K. But when legitimate questions are raised the security forces must be held accountable. The parents of the 17 yr old minor killed in the Kulgam gunfight claim that he was an innocent civilian. GOI must come clean on these allegations. https://t.co/g6PT0Jt1Zt
— Mehbooba Mufti (@MehboobaMufti) July 2, 2021
લશ્કરનો જિલ્લા કમાન્ડર ઠાર
બીજી તરફ આતંકવાદીઓ સામે ચાલી રહેલા ઓપરેશનમાં મોટી કાર્યવાહી કરતાં શુક્રવારે સુરક્ષા દળોએ વધુ 5 આતંકીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં લશ્કર-એ-તૈયબાના જિલ્લા કમાન્ડર નિશાજ લોન પણ શામેલ છે. જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજી (શ્રીનગર ઝોન) વિજય કુમારે કહ્યું કે પુલવામાના હંજિન રાજપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે મુકાબલો થયો છે. આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે મોડી રાત્રે ગોળીબાર કર્યો હતો. જે બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને 5 આતંકીઓને ઠાર કર્યા હતા. આ દરમિયાન એક સૈનિક પણ શહીદ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે