'સેના યુવકોના ગળામાં બંદૂક નાખીને ફોટો ખેંચવા માટે દબાણ કરે છે': મહેબુબા મુફ્તી 

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ એકવાર ફરીથી ભારતીય સેના પર પાયાવિહોણો આરોપ લગાવ્યો છે. મહેબુબાએ કહ્યું કે સેનાના લોકો કાશ્મીરી યુવકોના ગળામાં બંદૂક નાખીને ફોટો પડાવવા માટે દબાણ સર્જે છે અને આમ ન કરે તો એન્કાઉન્ટરની ધમકી આપે છે. મહેબુબા મુફ્તીએ શ્રીનગરમાં એક યુવકની મુલાકાત બાદ ભારતીય સેના પર પીટાઈ કરવાનો આરોપ લગાવ્યો. 
'સેના યુવકોના ગળામાં બંદૂક નાખીને ફોટો ખેંચવા માટે દબાણ કરે છે': મહેબુબા મુફ્તી 

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ એકવાર ફરીથી ભારતીય સેના પર પાયાવિહોણો આરોપ લગાવ્યો છે. મહેબુબાએ કહ્યું કે સેનાના લોકો કાશ્મીરી યુવકોના ગળામાં બંદૂક નાખીને ફોટો પડાવવા માટે દબાણ સર્જે છે અને આમ ન કરે તો એન્કાઉન્ટરની ધમકી આપે છે. મહેબુબા મુફ્તીએ શ્રીનગરમાં એક યુવકની મુલાકાત બાદ ભારતીય સેના પર પીટાઈ કરવાનો આરોપ લગાવ્યો. 

મહેબુબાએ હિજબુલ કમાન્ડર સમીર ટાઈગરનું એન્કાઉન્ટર કરનારા ભારતીય સેનાના મેજર રોહિત શુક્લા અંગે કહ્યું કે આર્મીએ તૌસીબ(કાશ્મીરી યુવક)ને બોલાવ્યો અને પોતાના કેમ્પમાં  લઈ ગઈ. મેજર શુક્લાએ બોલાવ્યો હતો... ખુબ પીટાઈ થઈ...કહ્યું કે તમે તમારા ગળામાં બંદૂક નાખી દો અમે તમારો ફોટો લેવા માંગીએ છીએ... નહીં તો એન્કાઉન્ટર કરી દઈશ.

મહેબુબાએ વધુમાં કહ્યું કે આ કેવા સિપાઈ છે કે તેઓ પોતાના જ લોકો પર આટલા જુલ્મ કરે છે. (તેને બહાદૂરી ન કહેવાય). એટલી મારપીટ  કરી કે ઘાયલ થઈ ગયો. મેજર શુક્લા પાસે જવાબ માંગવો જોઈએ. પૂછપરછ થવી જોઈએ. કોર કમાન્ડર સાથે વાત કરીશ. 

જો કે સૂત્રોના હવાલે માલુમ પડ્યું છે કે મહેબુબા મુફ્તીના આરોપોને સેનાએ રાજકીય પ્રોપેગેન્ડા ગણાવ્યાં છે. સેનાએ કહ્યું કે મહેબુબાએ આ નિવેદન સુરક્ષા દળો પર દબાણ સર્જવા માટે આપ્યું છે. આ પ્રકારના આરોપ ચૂંટણી સુધી ચાલવાની શક્યતા છે. સેના પોતાના લોકોને પરેશાન ન કરી શકે. 

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે મહેબુબા મુફ્તીના આરોપ ખોટા છે. તેમણે કહ્યું છે કે મહેબુબા મુફ્તી અલગાવવાદની આડમાં રાજકારણ રમવાની કોશિશ કરી રહ્યાં છે. 

મહેબુબા મુફ્તીનું 'બેવડું વલણ'?

- 28 જાન્યુઆરી 2018ના રોજ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હતાં ત્યારે મહેબુબાએ શોપિયામાં પથ્થરબાજો પર ફાયરિંગ બાદ આર્મી ઓફિસરો પર એફઆઈઆર નોંધાવડાવી હતી. 
- 3 ફેબ્રુઆરી 2018ના રોજ મહેબુબાએ સીએમ હતાં ત્યારે રાજ્યના 9730 પથ્થરબાજો વિરુદ્ધ નોંધાયેલા કેસો પાછા લેવાની મંજૂરી આપી હતી. 
- 9 મે 2018ના રોજ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હતાં ત્યારે મહેબુબાએ કેન્દ્રને અપીલ કરી હતી કે રમજાનમાં ઓપરેશન ઓલઆઉટ રોકવામાં આવે. 
- 31 માર્ચ 2018ના રોજ મહેબુબાએ કહ્યું હતું કે વાજપેયીની જેમ પાકિસ્તાન સાથે વાત કરવા પર મોદી ભાર મૂકે.

- 16 ડિસેમ્બર 2017ના રોજ મહેબુબાએ કહ્યું હતું કે કાશ્મીરમાં 200 આતંકીઓ મારશો તો પાકિસ્તાનથી 200 વધુ આવી જશે. 
- 29 નવેમ્બર 2017ના રોજ મહેબુબાએ કહ્યું હતું કે આતંકીઓને મારવાથી આતંકવાદ ખતમ નહીં થાય. 

મતો માટે મહેબુબાનું મુસ્લિમ કાર્ડ?
'જમ્મુના મુસલમાનોને ખુલ્લેઆમ ધમકાવવામાં આવે છે'. 1947 જેવા હાલાત પેદા કરવાની ધમકી અપાય છે. કેટલાક લોકો જમ્મુ મહાઅધિવેશનના નામ પર મુસલમાનોને ધમકાવે છે. ગુજ્જર-બક્કરવાલને ઘૂસણખોર સાબિત કરવાની કોશિશ થઈ રહી છે. ગુજ્જર-બક્કરવાલ જમ્મુમાં આઝાદી પહેલાથી રહેતા આવ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news