Assembly Election 2023: મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન માટે લોકોમાં ખુબ ઉત્સાહ, 559 ઉમેદવારોનું ભાવિ EVM માં થશે કેદ

પૂર્વોત્તરના બે રાજ્ય મેઘાલય અને નાગાલેન્ડમાં આજે વિધાનસભા માટે મતદાન શરૂ થઈ ગયું છે. લગભઘ મહિનાભરથી ચાલી રહેલો ચૂંટણી પ્રચાર શનિવારે પૂરો થયો. બંને રાજ્યોમાં વિધાનસભાની 60-60 બેઠકો છે. પરંતુ આ વખતે મેઘાલય અને નાગાલેન્ડમાં 59-59 બેઠકો માટે મતદાન થઈ રહ્યુ છે. 

Assembly Election 2023: મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન માટે લોકોમાં ખુબ ઉત્સાહ, 559 ઉમેદવારોનું ભાવિ EVM માં થશે કેદ

પૂર્વોત્તરના બે રાજ્ય મેઘાલય અને નાગાલેન્ડમાં આજે વિધાનસભા માટે મતદાન શરૂ થઈ ગયું છે. લગભઘ મહિનાભરથી ચાલી રહેલો ચૂંટણી પ્રચાર શનિવારે પૂરો થયો. બંને રાજ્યોમાં વિધાનસભાની 60-60 બેઠકો છે. પરંતુ આ વખતે મેઘાલય અને નાગાલેન્ડમાં 59-59 બેઠકો માટે મતદાન થઈ રહ્યુ છે. બંને રાજ્યોમાં થઈને 40 મહિલા ઉમેદવારો સહિત કુલ 559 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. 

બંને રાજ્યોના ચૂંટણી અધિકારીઓએ કહ્યું કે શાંતિપૂર્ણ મતદાન માટે સુરક્ષાના કેન્દ્રીય સુરક્ષા દળો, નાગાલેન્ડ પોલીસ સહિત વિભિન્ન દળો તૈનાત કરાયા છે. મેઘાલયમાં ભાજપ એનપીપીની સાથે ગઠબંધનમાં હતું. જ્યારે નાગાલેન્ડમાં એનડીપીપી સાથે ગઠબંધનમાં સત્તા પર હતું. 

મેઘાલયમાં 36 મહિલા ઉમેદવારો સહિત 375 ઉમેદવારો
આ વખતે મેઘાલયમાં કુલ 375 ઉમેદવારો છે. જેમાંથી 36 મહિલાઓ છે. ગત સરકારમાં ભજાપ એનપીપી સાથે ગઠબંધનમાં હતું પરંતુ આ વખતે ભાજપે એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો. અહીં વિધાનસભાની 60 બેઠકો છે પરંતુ એક ઉમેદવારના નિધનના કારણે આ વખતે 59 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 

મેઘાલયમાં મુખ્ય ચહેરા
- મુખ્યમંત્રી અને એનપીપી અધ્યક્ષ કોરનાડ સંગમા
- તૃણમૂલ કોંગ્રેસના મુકુલ સંગમા
- કોંગ્રેસ અધ્યક્ષ વીન્સેન્ટ પાલા
ભાજપના પ્રદેશ અધ્યક્ષ અર્નેસ્ટ માવરી

નાગાલેન્ડમાં ચાર મહિલાઓ સહિત 183 ઉમેદવારો
બીજી બાજુ નાગાલેન્ડમાં પણ વિધાનસભા માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં 13 લાખથી વધુ મતદારો ચાર મહિલા ઉમેદવાર સહિત કુલ 183 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. અહી કુલ 60 બેઠકો છે. પરંતુ આ વખતે 59 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.જુન્હેબોટો જિલ્લામાં આકુલુટો સીટથી ભાજપ ઉમેદવાર અને નિર્વતમાન વિધાયક કાજહેટો કિન્મી નિર્વિરોધ ચૂંટણી આવ્યા છે. આ વખતે નાગાલેન્ડમાં ચાર મહિલા સભ્યો સહિત કુલ 183 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. નાગાલેન્ડ પોલીસ મહાનિદેશક રૂપિન શર્માએ કહ્યું કે નાગાલેન્ડની સરહદોને સીલ કરી દેવાઈ છે. સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત કરાયા છે. 

નાગાલેન્ડમાં મુખ્ય ચહેરા
- મુખ્યમંત્રી નેફ્યૂ રિયો
- ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજેન ઈમ્ના અલોન્ગ
- એનપીએફ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી શુરહોજેલી લિજીત્સુ
- નાગાલેન્ડ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ કે થેરી

પરિણામ 2 માર્ચે
પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ 2 માર્ચના રોજ આવશે. ત્રિપુરામાં ગત 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં આજે મતદાન થઈ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news