મોદી સરકાર ભારતને ઇસ્લામિક દેશ થવાથી બચાવે: હાઇકોર્ટના જજની ટીપ્પણી

તમામ ભારતીય  નાગરિકો માટે એકસરખો કાયદો બનાવવા માટેની અપીલ કરી, જેથી તેમના પર દેશનાં કાયદા અને સંવિધાનનું પાલન કરવા માટેની ફરજ પડે

મોદી સરકાર ભારતને ઇસ્લામિક દેશ થવાથી બચાવે: હાઇકોર્ટના જજની ટીપ્પણી

નવી દિલ્હી : મેઘાલય હાઇકોર્ટનાં જજે એક મુદ્દે સુનવણી દરમિયાન એવી ટીપ્પણી કરી જેને કેસ સાથે કોઇ લેવાદેવા નહોતા. જજે કહ્યું કે, ભારતને હિંદુ રાષ્ટ્ર હોવું જોઇએ અને તેમણે વડાપ્રધાન મોદી અને મમતા બેનર્જીને તે સુનિશ્ચિત કરવા માટેની અપીલ કરી. તેમણે ભીતિ વ્યક્ત કરી કે દેશ ઇસ્લામિક ન બની જાય. હાઇખોર્ટનાં ન્યાયમૂર્તિઓ માટે બનેલી આચાર સંહિતામાં રાજનીતિક નિવેદનોની પરવાનગી નથી હોતી. જો કે મેઘાલય હાઇકોર્ટનાં જસ્ટિસ એસ.આર સેને સરકારનાં આવા રુલ્સ અને રેગ્યુલેશન્સ બનાવવા માટેની અપીલ કરી છે કે, જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાંમાર જેવા પડોશી રાષ્ટ્રોમાં રહેતા બિન મુસ્લિમ સમુદાયનાં લોકોને ભારતમાં વસવાની પરવાનગી હોય. 

ન્યાયમૂર્તિ સેને કહ્યું કે, હું સ્પષ્ટતા કરીશ કે હું કોઇ ભારતને ઇસ્લામિક દેશ બનાવવાનો પ્રયાસ ન કરે. જો ભારત ઇસ્લામિક દેશ બની જશે તો સમગ્ર ભારત અને વિશ્વ વિપરિત પરિસ્થિતીમાં મુકાઇ જશે. મને તેનો ભરોસો છે કે મોદીજીની સરકાર આ મુદ્દાને ગંભીરતાથી સમજશે અને જરૂરી પગલાઉઠાવશે. અમારા મુખ્યમંત્રી મમતા બેનર્જી રાષ્ટ્રહિતમાં દરેક પ્રકારે તેમનું સમર્થન કરશે. ન્યાયમૂર્તિ સેને સરકારને અપીલ કરી કે તેઓ ભારતમાં ક્યાંયથી પણ આવીને વસતા હિંદૂ, શિખ, જૈન, બૌદ્ધ, પારસી, ક્રિશ્ચિયન, ખાસી, જયંતિયા અને ગારો સમુદાયનાં લોકોને ભારતીય નાગરિકો જાહેર કરે. 

ન્યાયમૂર્તિએ પોતાની અપીલમાં તેમ પણ જણાવ્યું કે, ભવિષ્યમાં આ સમુદાયો જે પણ લોકો ભારત આવે, તેમને પણ ભારતીય નાગરિક માનવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ ભારતમાં વસેલા શાંતિપ્રિય મુસલમાનોની વિરુદ્ધ નથી. ન્યાયમૂર્તિ સેનનાં અનુસાર, હું પોતાનાં તે મુસલમાન ભાઇઓ અને બહેનો વિરુદ્ધ નથી, જે ભારતમાં અનેક પેઢીઓથી રહે છે અને અહીંના કાયદાઓનું પાલન કરે છે. તેમણે અહીં શાંતિથી રહેવા દેવામાં આવવા જોઇએ. જો કે તેમણે સરકારને તમામ ભારતીય નાગરિકોને એક સરખો કાયદો બનાવવા માટેની પણ અપીલ કરી હતી. જેથી તેમના પર દેશના કાયદાઓ અને સંવિધાનના પાલન કરાવી શકાય. 

ન્યાયમૂર્તિ સેનનાં કમેન્ટથી કાયદા નિષ્ણાંતોમાં હલચલ
ન્યાયમૂર્તિ સેને કહ્યું કે, ભારતમાં કાયદો અને સંવિધાનનો વિરોધ કરનારા કોઇ વ્યક્તિને ભારતના નાગરિક માની શકાય નહી. આપણે ન ભુલવું જોઇએ કે આપણે પહેલા ભારતીય છીએ અને પછી મનુષ્ય. જે સમુદાયથી આપણે આવીએ છીએ, તે ત્યાર બાદ આવે છે. સામાન્ય રીતે કંજર્વેટિવ માનવામાં આવતા કાયદા નિષ્ણાંતોના સમુહમાં ન્યાયમૂર્તિ સેનની આ કોમેન્ટનાં કારણે હલચલ મચી ગઇ છે. જજ સામાન્ય રીતે કેસથી અલગ હટીને જનહિતમાં કોમેન્ટ કરતા રહેતા હોય છે, પરંતુ તેઓ સામાન્ય રીતે રાજનીતિક કે ધાર્મિક ટીપ્પણીઓ કરવાનું ટાળતા હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news