ભાઈ પર થયેલી કાર્યવાહીથી માયાવતી ધૂંધવાયા, ભાજપ-આરએસએસ પર લગાવ્યાં ગંભીર આરોપ

આવકવેરા વિભાગ દ્વારા ભ્રષ્ટાચારના આરોપમાં બસપા પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના ભાઈ આનંદકુમાર પર ગુરુવારે મોટી કાર્યવાહી થઈ. આનંદકુમાર અને તેમની પત્નીની નોઈડા સ્થિત 400 કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરી લેવાઈ છે.

ભાઈ પર થયેલી કાર્યવાહીથી માયાવતી ધૂંધવાયા, ભાજપ-આરએસએસ પર લગાવ્યાં ગંભીર આરોપ

નવી દિલ્હી: આવકવેરા વિભાગ દ્વારા ભ્રષ્ટાચારના આરોપમાં બસપા પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના ભાઈ આનંદકુમાર પર ગુરુવારે મોટી કાર્યવાહી થઈ. આનંદકુમાર અને તેમની પત્નીની નોઈડા સ્થિત 400 કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરી લેવાઈ છે. ત્યારબાદ માયાવતીએ આજે આ કાર્યવાહી અંગે બળાપો કાઢ્યો છે. માયાવતીએ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ગંભીર આરોપ લગાવ્યાં છે. માયાવતીએ કહ્યું  કે ભાજપ અને આરએસએસ દેશમાં દલિતોને આગળ વધતા જોઈ શકતા નથી. તેમણે કહ્ુયં કે ભાજપની સરકાર સરકારી મશીનરીનો દુરઉપયોગ કરી રહી છે. 

ભાઈ આનંદકુમાર  પર આવકવેરાની કાર્યવાહી બાદ માયાવતીએ કહ્યું કે અમારા વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આ લોકોએ બહેનજીના ભાઈને ન છોડ્યો તો અમને શું છોડશે. આ સંદેશો દલિતોને આપવાની કોશિશ થઈ રહી છે. આરએસએસ અને ભાજપ સાંભળી લે કે હું ડરવાની નથી. ગભરાવવાની નથી. ભાજપ અને આરએસએસ કંપનીને મારી ખુલ્લી ચેતવણી છે. 

भाई पर कार्रवाई से बौखलाईं मायावती, कहा- 'दलितों को बढ़ता नहीं देख सकते BJP-RSS'

માયાવતીએ કહ્યું કે અમારી પાર્ટી પોતાના વર્ગોના લોકો  માટે સંઘર્ષ કરતી રહેશે. ભાજપના લોકો બીજા પર આંગળી ઉઠાવતા પહેલા પોતાની અંદર ઝાંકીને જુએ. ભાજપના નેતાઓ જુઓ કે પાર્ટી જોઈન કરતા પહેલા તેમની પાસે કેટલી સંપત્તિ હતી અને અત્યારે કેટલી સંપત્તિ છે. 

જુઓ LIVE TV

માયાવતીએ આરોપ લગાવ્યો  કે ચૂંટણી દરમિયાન ભાજપના ખાતામાં 2000 કરોડ રૂપિયા બેંક ખાતામાં આવ્યાં. ઈવીએમમાં ગડબડી પણ ભાજપના લોકોએ કરી છે. માયાવતીએ  કહ્યું  કે શ્રી અલજીની સરકારને છોડીને, મોદી અને અમિત શાહની કંપનીની સરકારે સમગ્ર દેશમાં પાર્ટીના નામે ઘણી જમીન ખરીદી છે. આ બધી બેનામી સંપત્તિ છે. આ એક ષડયંત્ર છે કે દલિતોને આર્થિક ક્ષેત્રમાં આગળ વધવા ન દેવામાં આવે. 

બસપા પ્રમુખે કહ્યું કે દલિતોની બહેનજી તેમના પડખે છે. ખુબ દુ:ખ સાથે કહેવું પડે છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર આવી છે તો તેમણે રાષ્ટ્રપતિના અભિભાષણમાં કહ્યું છે કે રેલવેની નોકરીનું ખાનગીકરણ થશે. આ દલિતોને નોકરીથી વંચિત રાખવાનું ષડયંત્ર છે. ભાજપ અનામતે ખતમ કરવા માંગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news