આર્મી એક્ટમાં ફેરફાર, 3 વર્ષ હશે CDSનો કાર્યકાળ, આટલા વર્ષ હશે નિવૃતીની ઉંમર

સરકાર દ્વારા જનરલ બિપિન રાવતને ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના રૂપમાં નિમણુંક કરવાની ઈચ્છા વ્યક્ત થયા બાદ રક્ષા મંત્રાલયે નિયમો, 1954મા કાર્યકાશ અને સેવાના નિયમોમાં સંશોધન કર્યું છે. 
 

આર્મી એક્ટમાં ફેરફાર, 3 વર્ષ હશે CDSનો કાર્યકાળ, આટલા વર્ષ હશે નિવૃતીની ઉંમર

નવી દિલ્હીઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જાહેરાત પહેલા સરકારે નિયમોમાં મહત્વનું સંશોધન કર્યું છે. રક્ષામંત્રાલયના નોટિફિકેશન અનુસાર, આ સંશોધન આર્મી, નેવી અને વાયુ સેનાના નિયમ હેઠળ કરવામાં આવ્યું છે. નવા નિયમ પ્રમાણે સીડીએસ પદ પર નિયુક્ત અધિકારી 65 વર્ષે નિવૃત થશે. હકીકતમાં, ત્રણેય સેનાઓના પ્રમુખોમાંથી કોઈની નિમણુંક કરવામાં આવે છે તો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની વધુમાં વધુ ઉંમર 65 વર્ષ કરવા માટે સેવાનિવૃતી ઉંમરમાં વિસ્તાર કરવા માટે સેના, નૌસેના અને ભારતીય વાયુસેનાના સેવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

આમ તો સીડીએસના કાર્યકાળની જાહેરાત કરવાની બાકી છે. સુરક્ષા મામલાની કેબિનેટ કમિટીએ મંગળવારે ઐતિહાસિક નિર્ણય લેતા સીડીએસના પદને મંજૂરી આપી હતી, જે ત્રણેય સેનાઓ સાથે સંબંધિત મામલા માટે રક્ષા પ્રધાનના મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે કામ કરશે. નિયમો અનુસાર સૈન્ય પ્રમુખ વધુમાં વધુ ત્રણ વર્ષ કે 62 વર્ષની ઉંમર સુધી, જે પણ પહેલા આવે, સેવા કરી શકે છે. સીડીએસ પદ છોડ્યા બાદ કોઈપણ સરકારી પદને ગ્રહણ કરવા માટે પાત્ર હશે નહીં. 

સીડીએસ હશે સીઓએએસના સ્થાયી ચેરમેન
સેના પ્રમુખ જનરલ બિપિન રાવતને ભારતના પ્રથમ સીડીએસ બનાવવાની સંભાવના છે અને મંગળવાર સુધી તેની જાહેરાત થઈ શકે છે. ચીફ ઓફ સ્ટાફ કમિટી (સીઓએસસી)ની જવાબદારી જનરલ રાવત નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહને શુક્રવારે આપવાના હતા, પરંતુ તે કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો હતો. હકીકતમાં, રાવતે 31 ડિસેમ્બરે નિવૃત થવાનું હતું અને તે પહેલા તેમણે આ જવાબદારી કરમબીરને સોંપવાની હતી, પરંતુ સીડીએસને લઈને આવેલા નિર્ણય બાદ કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો હતો. હકીકતમાં, સીડીએસ સીઓએસસીના સ્થાયી ચેરમેનના રૂપમાં પણ કામ કરશે. 

2026માં જર્મનીને પાછળ છોડી ભારત બની શકે છે ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થાઃ રિપોર્ટ  

સીડીએસના પર પર નિમણુંક થનાર અધિકારી નિવૃતી બાદ કોઈપણ સરકારી પદ ગ્રહણ કરી શકશે નહીં. આર્મી નિયમો પ્રમાણે, સેના પ્રમુખ વધુમાં  વધુ ત્રણ વર્ષ સુધી આ પદ પર રહી છકે છે કે 62 વર્ષની ઉંમર સુધી. આર્મી ચીફ જનરલ બિપિન રાવત વર્ષના અંતિમ દિવસે આ પદથી નિવૃત થઈ રહ્યાં છે. આગામી આર્મી ચીફ લેફ્ટિનેન્ટ જનરલ મનોજ મુકુંદ નારવને હશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news