Shocking! મેરેજ હોલમાં ભીષણ આગ લાગી છતાં લોકો ભોજનની મજા લેતા રહ્યા, Video થયો વાયરલ
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે એક મેરેજ હોલના મંડપમાં ભીષણ આગ લાગી પરંતુ તેનો કોઈ જ ફરક ત્યાં હાજર લોકો પર ન પડ્યો. તેઓ તો પાછળ આગ ફાટી નીકળી પણ મોજથી ભોજનનો આનંદ માણતા રહ્યા.
Trending Photos
થાણા: સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે એક મેરેજ હોલના મંડપમાં ભીષણ આગ લાગી પરંતુ તેનો કોઈ જ ફરક ત્યાં હાજર લોકો પર ન પડ્યો. તેઓ તો પાછળ આગ ફાટી નીકળી પણ મોજથી ભોજનનો આનંદ માણતા રહ્યા. કહેવાય છે કે આ વીડિયો મહારાષ્ટ્રના થાણાનો છે. રવિવારે મોડી રાતે થાણાના અન્સારી મેરેજ હોલમાં આગ લાગી ગઈ. આગના કારણે મેરેજ હોલને ખુબ નુકસાન થયું. જો કે રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈના ઘાયલ થવાના કે મોતના અહેવાલ નથી. જ્યારે મેરેજ હોલમાં આગ લાગી ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
આગ લાગવા છતાં ખાવાનું ખાતા રહ્યા લોકો
વાયરલ વીડીયોમાં જોવા મળી રહ્યું છે કે મેરેજ હોલમાં ભયાનક આગ લાગવા છતાં ત્યાં હાજર લોકો ખાવાનું ખાતા રહ્યા. મોટાભાગના લોકો એ જ ઈચ્છતા હતા કે આગ વધુ ફેલાય તે પહેલા ખાવાનું ખાઈને ત્યાંથી ભાગી જાય. સોશિયલ મીડિયા પર આ યૂઝર્સ હવે લોકોની ટીકાનો ભોગ બની રહ્યા છે. તેમનું કહેવું છે કે લોકો આટલા અસંવેદનશીલ કેવી રીતે હોઈ શકે?
आग से बड़ी है पेट की भूख...महाराष्ट्र के ठाणे में एक मैरिज हॉल में आग लगी गई लेकिन, वहां मौजूद लोग खाना खाते रहे, देखें ये वायरल वीडियो #SocialMedia | #ViralVideo pic.twitter.com/pyJCi1VqCu
— Zee News (@ZeeNews) November 30, 2021
આખો મંડપ બળીને ખાખ થઈ ગયો
મેરેજ હોલની આગ એટલી ભીષણ હતી કે ગણતરીની પળોમાં આખો મંડપ બળીને ખાખ થઈ ગયો. આ દરમિયાન કોઈએ ગમે તેમ કરીને દુલ્હા અને દુલ્હનને બચાવી લીધા. સમયસર લોકોને ત્યાંથી ખસેડી પણ લેવાયા હતા.
ભારે મહનત બાદ આગ બુઝાવવામાં સફળતા મળી
પોલીસ અધિકારીએ જણાવ્યું કે મેરેજ હોલમાં લાગેલી આગ બુઝાવતા ખુબ મહેનત લાગી. ફાયર બ્રિગેડની 6 ગાડીઓ આગ બુઝાવવામાં કામે લાગી. આગ બુઝાવવામાં લગભગ 3 કલાકનો સમય લાગ્યો જો કે હજુ સુધી એ ખબર નથી પડી કે આગ કયા કારણે લાગી?
તેમણે વધુમાં કહ્યું કે મેરેજ હોલમાં લાગેલી આગના મામલે તપાસ શરૂ કરી દેવાઈ છે. એ વાતની તપાસ થઈ રહી છે કે આગ લાગવાની ઘટના એક અકસ્માત હતો કે પછી કોઈએ જાણી જોઈને કર્યું. જો કોઈ દોષિત જણાશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે