Madhya Pradesh: હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, અનેક ઘરો આગની ઝપેટમાં, 8ના મોત

મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. શહેરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થવાથી 50થી વધુ ઘરોમાં ભીષણ આગ લાગી છે. વિસ્ફોટ બાદ લોકો આમ તેમ ભાગતા જોવા મળી રહ્યા છે. ઘટનામાં કેટલાક લોકોના મોતની પણ આશંકા છે.

Madhya Pradesh: હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, અનેક ઘરો આગની ઝપેટમાં, 8ના મોત

મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. શહેરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થવાથી 50થી વધુ ઘરોમાં ભીષણ આગ લાગી છે. વિસ્ફોટ બાદ લોકો આમ તેમ ભાગતા જોવા મળી રહ્યા છે. ઘટનામાં કેટલાક લોકોના મોતની પણ આશંકા છે. વિસ્ફોટ એટલો ભીષણ હતો કે અવાજથી લોકો ગભરાઈ ગયા હતા. એવું કહેવાય છે કે ફેક્ટરીમાં દારૂગોળો રાખેલો હતો જેણે આગને વિકરાળ બનાવી દીધી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે ધડાકો એક નથી પરંતુ અટકી અટકીને ધડાકા થઈ રહ્યા છે. 

8 લોકોના મોત
મધ્ય પ્રદેશના મંત્રી ઉદય પ્રતાપ સિંહે દુર્ઘટના અંગે વિગતો આપતા કહ્યું કે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે અને 87 લોકો ઘાયલ થયા છે. કાટમાળમાં ફસાયેલા લોકોને કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. દોષિતોને છોડવામાં નહીં આવે. સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી અમે ફેક્ટરીની બધી માહિતી લઈ રહ્યા છીએ. 

— ANI (@ANI) February 6, 2024

સીએમએ તાબડતોબ બોલાવી બેઠક
આ ઘટનાની ગંભીરતા જોતા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે તાબડતોબ બેઠક બોલાવી છે. આ સાથે જ મંત્રી ઉદય પ્રતાપને જેમ બને તેમ જલદી ઘટનાસ્થળે જવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી મોહન યાદવે ભોપાલ AIIMS ને પણ તૈયાર રહેવાનું કહ્યું છે. અહીં ઘાયલોને સારવાર માટે લાવવામાં આવી શકે છે. 

▶️आसपास के 50 से ज्यादा घरों में आग लगी है। इसकी वजह से क्षेत्र में अफरातफरी का माहौल हो गया और लोग इधर-उधर भागते नजर आए. ब्लास्ट होने पर लोगों को भूकंप जैसे झटके महसूस हुए, कई लोग जिंदा जले.… pic.twitter.com/5UmdZwic9L

— Zee News (@ZeeNews) February 6, 2024

ધડાકો એ અકસ્માત કે ષડયંત્ર?
એવું કહેવાય છે કે મધ્ય પ્રદેશના હરદા જિલ્લાના બૈરાગઢ વિસ્તારમાં મગરધા રોડ નજીક એક વસ્તી છે અને અહીં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી પણ ચાલે છે. અકસ્મતા બાદ એકવાર ફરીથી પ્રશાસન પર સવાલ ઉઠવા લાગ્યો છે. કારણ કે આ રીતે ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરી કેમ ધ્યાનમાં આવી નહીં. જ્યારે આવો જ અકસ્માત વર્ષ 2015માં પણ મધ્ય પ્રદેશના ઝાબુઆમાં થયો હતો. ત્યારે 80 જેટલા લોકોના મોત થયા હતા. અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના પેટલાવદમાં સવારે 8.30 વાગે બસ સ્ટેન્ડ પાસે એક હોટલમાં વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ પાસે જ વિસ્ફોટક ગોડાઉનમાં ઘડાકો થયો હતો. તે સમયે ઘટનાસ્થળ પર ખુબ ભીડ હતી. એવું કહેવાય છે કે જે વ્યક્તિના ગોડાઉનમાં જિલેટિન સ્ટીક્સ રાખવામાં આવી હતી તેની પાસે તેનું લાઈસન્સ તો હતું પરંતુ તેણે નિર્ધારિત માત્રાથી વધુ વિસ્ફોટક સ્ટોર કર્યો હતો. 

ભયંકર મોટો વિસ્ફોટ
આગ વિકરાળ સ્વરૂપ લઈ ચૂકી છે. તેણે અનેક મકાનોને પણ પ્રભાવિત કર્યા છે. ફેક્ટરીમાં એટલી ભીષણ આગ લાગી છે કે તેની અંદર જે લોકો હતા તે બહાર નીકળી શકે તેવી સંભાવના ઓછી છે. આ સાથે જ ફેક્ટરીની આજુબાજુના પણ 50 જેટલા ઘરો તેની ઝપેટમાં આવ્યા હોવાનું કહેવાય છે. એટલું જ નહીં ફેક્ટરીની આજુબાજુના વિસ્તારમાં મકાનથી ઉછળીને ઈંટ પથ્થરો રસ્તા પરથી પસાર થતા લોકોને પણ ઝપેટમાં લીધા. જેના કારણે રસ્તા પર ચાલતા ચાલતા લોકો પડી ગયા. અનેક લોકો રસ્તાઓ પર બેભાન જોવા મળ્યા. સ્થાનિકોનું કહેવું છે કે એક પછી એક અનેક ધડાકા સંભળાયા અને આગના ગોટે ગોટા જોવા મળ્યા. આ સાથે જ ફટાકડાની ફેક્ટરીની આજુબાજુના મકાનો પણ આગની ઝપેટમાં આવી ગયા. આ ધડાકા એટલા જોરદાર હતા કે આજુબાજુના વિસ્તારો હચમચી ગયા. 

— ANI (@ANI) February 6, 2024

આગ એટલી વિકરાળ છે કે આજુબાજુના જિલ્લાઓ નર્મદાપુરમ, ભોપાલ, બૈતુલ, સીહોર, જિલ્લાથી ફાયરની ગાડીઓ હરદા રવાના કરાઈ છે. તમામ જિલ્લાઓમાંથી કુલ 35થી વધુ એમ્બ્યુલન્સની ગાડીઓ પણ ઘટનાસ્થળે રવાના કરાઈ છે. હરદા જિલ્લાના કલેક્ટર ઋષિ ગર્ગ અને એસપી સંજીવકુમાર કંચન સમગ્ર મામલે સ્થિતિ સંભાળતા જોવા મળી રહ્યા છે.પ્રશાસનના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જો કે ફેક્ટરીની અંદર કેટલા લોકો છે તેના વિશે કોઈ જાણકારી નથી. તેમનું કહેવું છે કે પહેલી પ્રાથમિકતા ફેક્ટરીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news